આંગણવાડીઓમાં કુપોષિત બાળકોના મામલે હોબાળો

  • November 20, 2023 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજે સવારે 11 કલાકે મેયર નયનાબેન પેઢડિયા અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં વોર્ડ નં.7ના કોર્પોરેટર વષર્બિેન પાંધીએ પુછેલો આંગણવાડી નો પ્રશ્ન ચચર્મિાં આવ્યો હતો અને પ્રારંભિક તબક્કે ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા અને ત્યારબાદ આંગણવાડીના વડા સીડીપીઓ તૃપ્તિબેન કામલિયાને જવાબો આપ્યા હતા પરંતુ કુપોષિત બાળકોની સંખ્યા કેટલી અને સુપોષિત કેટલા થયા તે સવાલોના જવાબો આપવામાં અધિકારીઓ નિષ્ફળ રહેતા આ મામલે ભારે હોબાળો મચી ગયો હતો અને શાસક પક્ષના દંડક મનીષ રાડીયા આ મામલે અધિકારીઓ ઉપર તૂટી પડ્યા હતા, ખાસ કરીને જવાબો લીધા વિના કે પૂર્વ તૈયારી વિના જનરલ બોર્ડમાં આવવા મામલે તેમણે મ્યુનિ.બાબુઓ ઉપર રોષ ઠાલવ્યો હતો.

364 આંગણવાડીઓના 5820 બાળકોમાં કુપોષિત કેટલા ? વર્ષાબેન પાંધીનો સવાલ

વોર્ડ નં.7ના ભાજપ્ના કોર્પોરેટર વર્ષાબેન પાંધીએ તેમના જ પ્રશ્નની ચર્ચામાં એવો પેટા પ્રશ્ન પૂછ્યો હતો કે કુલ 364 આંગણવાડીના કુલ 5820 બાળકોમાંથી કેટલા બાળકો કુપોષિત છે ? અને તેમાંથી કેટલા બાળકો સુપોષિત થયા ? આ સવાલનો જવાબ સીડીપીઓ આપી શક્યા ન હતા ત્યારબાદ દસેક જેટલા કોર્પોરેટરોએ પેટા પ્રશ્નો પૂછીને તડાપીટ બોલાવી હતી.

આંગણવાડીઓના આરઓ પ્લાન્ટ ચાર-પાંચ વર્ષથી બંધ હોવાનું ખુલ્યું
આંગણવાડીના પ્રશ્નમાં કોર્પોરેટર કેતન પટેલએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કેટલી આંગણવાડીઓમાં કેટલા સમયથી આર.ઓ.પ્લાન્ટ બંધ છે જેના જવાબમાં સીડીપીઓએ જણાવ્યું હતું કે ચાર પાંચ વર્ષથી બંધ છે !! ગ્રાન્ટ નથી માટે રીપેર થયા નથી તેમ જણાવ્યું હતું.

સ્ટેન્ડિંગ ચેરમેનએ કોંગ્રેસને આડે હાથે લીધી તમે લોકો બે મહિને એક વખત દેખાવ છો !
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર એ કોંગ્રેસને આડે હાથે લેતા કોંગ્રેસના બે કોર્પોરેટરને કહ્યું હતું કે તમે બે મહિને એક વખત જનરલ બોર્ડ મિટિંગમાં દેખાવ છો અને શું પ્રશ્નની ચચર્નિી વાતો કરો છો ? તમારો ક્રમ આવે ત્યારે ચચર્િ કરજો વચ્ચે ખલેલ ન પહોંચાડો.

અમારે જનતાને શું જવાબ આપવો, અધિકારીઓ જવાબ તૈયારી કરીને આવે: સુરેન્દ્રસિંહ વાળા
કુપોષિત બાળકો મામલે અધિકારીઓ જવાબ નહીં આપી શકતા સુરેન્દ્રસિંહ વાળા આક્રમક બન્યા હતા અને જણાવ્યું હતું કે અમે વિસ્તારમાં ફરતા હોઇએ, લોકો અમને પૂછે તો અમારે શું જવાબ આપવાનો ? અમેં કુપોષિત બાળકોને દત્તક લેવા અપીલો કરતા લોકોએ દત્તક લીધા હવે તેઓ સુપોષિત થયા કે નહીં તેની વિગતો તો તમારે આપવી જ પડે હવે જવાબો તૈયાર કરીને આવજો.

ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ પૂછ્યું કેટલી સ્માર્ટ આંગણવાડી છે અને કેટલી બનશે ?
ધારાસભ્ય અને વોર્ડ નં.2ના કોર્પોરેટર ડો.દર્શિતા શાહ એ રાજકોટમાં સ્માર્ટ આંગણવાડી કેટલી છે અને કેટલી નવી બનશે ? તેવો સવાલ પૂછતાં પાંચ નવી સ્માર્ટ આંગણવાડી બનશે તેવો ટૂંકો જવાબ આપી દેવાયો હતો.

આંગણવાડીઓમાં ક્યારેય ફૂડ ચેકિંગ કરાયું છે ? સવાલોને કેમ ગંભીરતાથી લેવામાં આવતા નથી ?
વોર્ડ નં.14ના કોર્પોરેટર નિલેશ જલુએ આંગણવાડીના પેટા પ્રશ્નમાં બાળકોને અપાતા નાસ્તાનું ક્યારેય ફૂડ ચેકીંગ કરાય છે કે કેમ ? અનેક વખત એજન્સીઓ રિજેક્ટેડ માલ પણ પધરાવી દેતી હોય છે તેથી તપાસ કરવી જરૂરી છે તેમ જણાવ્યું હતું. તેમજ નગરસેવકો દ્વારા પૂછાતાં સવાલોને ગંભીરતાથી કેમ લેવાતા નથી ? અને જવાબો કેમ અપાતા નથી તે મુદ્દે તેમણે રોષ ઠાલવ્યો હતો.

જનરલ બોર્ડમાં જવાબ ન મળે તો ક્યાં મળે ? કોર્પોરેટર અશ્ર્વિન પાંભર
વોર્ડ નં.8ના કોર્પોરેટર અશ્વિન પાંભરએ અધિકારીઓ ઉપર ગુસ્સો ઠાલવ્યો હતો કે જો જનરલ બોર્ડ મિટિંગમાં જવાબો ન મળે તો અમારે ક્યાં સવાલો પુછવા ? હવેથી દરેક અધિકારીઓ પ્રશ્નોની પૂરતી વિગતો અને તમામ જવાબો સાથે જ આવે તેવી ટકોર કરી હતી.

કુપોષિતમાંથી સુપોષિત કેટલા થયા તેનાથી પણ અધિકારીઓ અજાણ !

આંગણવાડીઓના કુપોષિત બાળકોમાંથી કેટલા બાળકો સુપોષિત થયા તે મામલે કોર્પોરેટર પ્રીતિબેન દોશીએ પૂછેલા સવાલનો પણ અધિકારીઓ પાસે કોઈ જવાબ ન હતો.

આંગણવાડીઓના પાણીના ટાંકા છેલ્લે ક્યારે સાફ થયા ? તેની પણ ખબર ન’તી

રાજકોટ મહાપાલિકાની આંગણવાડીઓના અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીના ટાંકાની છેલ્લે ક્યારે સફાઈ કરાઈ હતી ? તેવો પેટા પ્રશ્ન ચેતન સુરેજાએ ઉઠાવ્યો હતો તેનો પણ કોઇ જવાબ મળ્યો ન હતો !

આંગણવાડીઓમાં કેટલી ભાંગેલી તૂટેલી છે તેમ પૂછતાં કહ્યું, 30નું રિપેરિંગ કરાયું છે !

આંગણવાડીની ચર્ચામાં વિનું ધવાએ એવો પેટા પ્રશ્ન પૂછ્યો હતો કે કેટલી આંગણવાડીઓ ભાંગેલી તૂટેલી છે ? જો કે અધિકારીઓ તેનો પણ જવાબ આપી શક્યા ન હતા અને હાલ સુધીમાં 30 રીપેર કરાઈ છે તેવો જવાબ આપ્યો હતો, કેટલીની હાલત ખરાબ છે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application