ઉપલેટા: ખનીજચોરોની કમર કસતાં મામલતદાર

  • September 25, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટાના મામલતદાર મહેશ ધનવાણીએ બે વર્ષમાં ભૂમાફિયાઓ પર ધોંસ બોલાવી છે. જયારે મામલતદાર મહેશ ધનવાણી અડધી રાતે ખનીજ ચોરી પકડી ભૂમાફિયાઓને ચેલેન્જ આપે છે. બે વર્ષમાં ઉપલેટા પંથકમાં ભૂમાફિયાઓની કમર તોડી નાખી પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરી બે કરોડ જેવો દંડ સરકારમાં જમા કરાવી સરકારની તીજોરી ભરવામાં મદદ કરી છે.
ઉ5લેટા પંથકમાં ત્રણ મોટી નદીઓ મોજ, વેણી અને ભાદર પસાર થઇ રહી છે. આ તમામ નદીમાં 5 કિ.મી.ની ત્રિજીયામાં સમાવેશ થાય છે ત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ માટે આ ત્રણેય નદીઓ સ્વર્ગ સમાન માનવામાં આવે છે. આ ત્રણેય નદીમાં દરરોજ હજારો ટન રેતીનું ખનન થઇ રહ્યું છે. ભૂમાફિયાઓ પણ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરાવે છે. ગાંધીનગર સુધી પ્રસાદ પહોંચાડી આઝાદી મેળવી રહ્યા છે. આવા ગેરકાયદેસર રેતીના ધંધામાં કયાંક રાજકીય માથાઓ પણ પોતાના હાથ કાળા કરી ચૂકયા છે અને ખેડૂતોની હાય લઇ રહ્યા છે. ત્રણેય નદીમાં પાંચથી સાત ફુટ રેતી ભરેલી હોય છે તેની જગ્યાએ આ ત્રણેય નદીમાં પથ્થર દેખાઇ રહ્યા છે.રેતી ન હોવાથી નદીના પાણી સહેલાયથી દરિયાઇ માર્ગે વહી જાય છે. એક દાયકા પહેલા આ ત્રણેય નદી કાંઠાના વિસ્તારના ખેડૂતો બાર માસ પાણી ખેતરને મળતું પણ રેતી ભૂમાફિયાઓ વેચી મારતા આજે ખેડૂતો એક સિઝનનું પાણી મળવું મુશ્કેલ બન્યું છે. અધિકારીઓને ધમકાવવા એકલ દોકલ અધિકારી આવા શખસો સામે કાર્યવાહી પણ કરી શકતા નથી. આ ખનીજચોરી અટકાવવા જેની જવાબદારી ગણાય છે તે ખાણ ખનીજ ખાતું કુંભકર્ણની નિંદ્રામાં હોય છે.ઉપલેટાના મામલતદાર મહેશ ધનવાણી આંખની શરમ રાખ્યા વગર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરી ખનીજ ચોરોને ચેલેન્જ આપી રહ્યા છે. બે વર્ષના કાર્ય દરમિયાન પાંચ કરોડથી વધુ રકમના મુદ્દામાલ સીઝ કરી પોલીસોને સોંપી આપેલ તેમજ બે કરોડ જેવી રકમ દંડ પેટે વસુલાવી સરકારમાં જમા કરાવવાની ફરજ ભૂમાફિયાઓને પાડેલ.


ખનીજ ચોરી કરતા શખસો 24 કલાક મામલતદારની વોચમાં
ખનીજ ચોરી કરતા શખસો મામલતદાર મહેશ ધનવાણીની 24 કલાક વોચામાં હોય છે. મામલતદારની અવર જવર સતત વોચ રાખી બેસી રહ્યા હોય છે છતાં ખનીજચોરોને ચેલેન્જ આપી લાખો પિયાની ખનીજ ચોરી ઝડપી પાડવામાં સફળ થયા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application