વર્ષેા પહેલા શ્રવણ પોતાના માતા પિતાને પોતાના ખંભે કાવડમાં બેસાડી પુણ્યનું ભાથુ બાંધવા યાત્રા કરાવી. આજના આવા કળયુગમાં શ્રવણ ગોતવો એક સ્વપ્ન સમાન છે. ત્યારે ઉપલેટાના સેવાભાવી નગરસેવક મનોજ નંદાણીયા પણ ૨૨૧ જેટલા વૃધ્ધોના શ્રવણ બની આગામી સમયમાં હરિદ્રારમાં ગંગા સ્નાન સહિત તમામ તિર્થધામોના દિવ્ય દર્શન કરાવશે.
શહેરમાં વોર્ડ નં.૬માં છેલ્લ ી બે ટર્મથી ચૂંટાઇને આવતા અને વોર્ડમાં રસ્તાના પ્રશ્ને સતત જાગૃત રહી ઘણી વખત પોતાના ખર્ચે પ્રજાના દુ:ખમાં સહભાગી બની લોકસેવા કરતા મનોજ નંદાણીયા ૨૨૧ જેટલા વૃધ્ધોનો જીવન સંધ્યામાં વિસામો બની કળીયુગના શ્રવણ બનશે. નગરસેવક મનોજ નંદાણીયા દર વર્ષે સિનિયર સીટીઝનોને વિવિધ જગ્યાએ યાત્રા કરાવી પુણ્ય કમાય છે.
હિન્દુ ધર્મમાં દેવ દર્શન યાત્રા એક મહત્વનું અગં છે. વૃધ્ધો પોતાની જીવન સંધ્યાએ ગંગા સ્નાન સહિત દેવ દર્શનનું સ્વપ્ન જોતા હોય છે પણ હાલ મોંઘવારી અને ભાગદોડવાળી જીંદગીમાં તમામ વૃધ્ધોને કળીયુગમાં શ્રવણ મળવા બહત્પ મુશ્કેલ છે. ત્યારે નગરસેવક મનોજ નંદાણીયા પોતાના પરિવારમાંથી ધાર્મિક ગુણો મેળવી જીવન સંધ્યાએ પહોંચેલા સિનિયર સીટીઝનોને કળીયુગમાં શ્રવણ બની ૨૨૧ જેટલા માતા–પિતા સમાન ગણી હરિદ્રારમાં ગંગા સ્નાન કરાવી સાથે સાથે આસપાસના સ્થળોના દેવ દર્શન કરાવી ભવ્ય અને દિવ્ય યાત્રા કરાવશે. હાલ સામાન્ય અને મધ્યમ વર્ગના વૃધ્ધોને દેવ દર્શન કે ગંગા સ્નાન કરવું એ ભાગ્યમાં બહત્પ જ ઓછું હોય છે. કળીયુગમાં શ્રવણ બની વૃધ્ધો માતા–પિતાના જીવન સંધ્યાનો વિસામો બની નગરસેવક મનોજ નંદાણીયા પુણ્યનું ભાથુ બંધાવી તેના આશીર્વાદ પ્રા કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાએ 41 દેશોને વિઝા-મુક્ત પ્રવેશની આપી મંજૂરી, 90 દિવસ સુધી રહી શકાશે
April 25, 2025 10:38 AMખંભાળિયામાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી
April 25, 2025 10:37 AMસૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વેકેશનમાં આઠ ભવનના અધ્યાપકોને એડમિશનની જવાબદારી સોંપી
April 25, 2025 10:35 AMકલ્યાણપુર નજીક કારને ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી
April 25, 2025 10:33 AMઆજની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં રૂટ પરિવર્તન
April 25, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech