ઉપલેટા: આયાત ડ્યુટીમાં વચારો થવાથી સોનીના ધંધાને માઠી અસર
ઉપલેટા: આયાત ડ્યુટીમાં વચારો થવાથી સોનીના ધંધાને માઠી અસર
June 06, 2026 09:11 AM
છેલ્લા દોઢ વર્ષમાં સોના–ચાંદીમાં મોટાપાયે ઉથલપાથલ થયા બાદ છેલ્લા ત્રણ માસથી સોના–ચાંદીના ભાવો સ્થિર થયા બાદ વેપારીઓને ધંધાની આશા બંધાણી હતી, પણ કેન્દ્ર સરકાર દ્રારા આપાત ડુટીમાં વધારો કરી સાથે સાથે દેશના પ્રધાનમંત્રી દ્રારા સોનાની ખરીદી ન કરવાની અપિલને કારણે સોના–ચાંદીના વેપાર ધંધામાં સીધી અસર જોવા મળી રહી છે. શહેરની સોના–ચાંદીના વેપારમાં હાલ માંડ ૨૫થી ૩૦ ટકા જેવી ઘરાકી જોવા મળી રહી છે. મોટા ભાગના સોના–ચાંદીના શો રુમોના વેપારીઓ નવરાધૂપ જોવા મળે છે. હાલમાં જે ૨૫થી ૩૦ ટકા ઘરાકી જોવા મળે છે તે જુનું સોનું આપી તેમાંથી નવા દાગીના બનાવી રહ્યા છે. હાલમાં નવા સોનાના દાગીના ખરીદીમાં ૮૦ ટકા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સોના–ચાંદીના દાગીના વેચાણમાં ઘટાડાને પગલે તેની સીધી અસર દાગીના બનાવનારા મજૂર વર્ગ પર પડી રહી છે. કારીગરો બેકારી તરફ ધકેલાઈ રહ્યા છે. આ અંગે ઉપલેટા સોના–ચાંદી એસો.ના પ્રમુખ દેવેનભાઈ ધોળકિયાએ જણાવેલ કે હાલના સમયમાં સોની પાસે જે જુજ ગ્રાહકો જોવા મળે છે તે મોટા ભાગના સોનાનું રીસાઈકલીંગ કરાવનારા જોવા મળે છે. નવા ગ્રાહકો ૨૦ ટકા પણ મળતા નથી. હાલ સોનાના ભાવ ઉંચા હોવાથી લોકોને બજેટ મર્યાદિત હોવાથી હાલ બજારમાં નાના અને હલકા વજનવાળા દાગીના બનાવી પોતાની જરુરીયાતો પુરી કરે છે. જો આવનારા દિવસો આવાને આવા આવશે તો વેલરી બજારમાં ગ્રાહકો ડાયમડં કે ૯ કે ૧૪ કેરેટના દાગીનાનું ચલણ વધારશે તેમ જણાવેલ હતું.