BREAKING NEWS

ઉપલેટા પાલિકા પ્રમુખ સત્તાના નશામાં મતિ ભુલ્યા: પાણીની લાઈન ભૂગર્ભ ગટર પર

  • May 14, 2026 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ સત્તાના નશામાં સતત મદ હોય તેવું તેના જ વોર્ડમાં દેખાઈ રહ્યું છે. ભુગર્ભ ગટર અને નલ સે જલ યોજના પાઈપ લાઈન ફીટીંગની મોટાભાગની જેની જવાબદારી છે તેવા વર્તમાન નગરપાલિકાના સતાધીશો પોતાની બુદ્ધીનું દેવાળું ફત્પંકયું હોય તેવું તેના જ વોર્ડમાં ભુગર્ભ ગટર અને ેનલ સે જલ યોજનાના કામમાં જોવા મળ્યું હતું.
ભગવતી પાર્ક અને ગણપતિના મંદિર પાસે ભુગર્ભ ગટરની લાઈન ઉપર જલ સે નલ યોજનાની પાઈપ ફીટીંગ કરી દેવામાં આવી હતી. આ વાતની નગરપાલિકાના સતાધીશોને મીડીયા મારફતે ખબર પડતા તાત્કાલીક ધોરણે પાણીની પાઈપ લાઈન કાઢી નાખી ત્યાં રાતોરાત ભુગર્ભ ગટરની કુંડી બનાવી નાખતા લોકોમાં ભારે રમુજ જોવા મળી હતી. અનેક જગ્યાએ છબરડા જોવા મળતા મતદારો હવે સતાધીશોને નશોર ઉતારી નાખવા માગે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application