ઉપલેટા: ઘઉંનો પાક ઢળી જતાં લાખોનું નુકસાન: વળતર આપો

  • March 24, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેતરમાં પડેલા ઘઉં, ચણા, જી, ધાણાના પાકને પારાવાર નુકસાન થતાં ખેડૂતોએ વળતર આપવા માગ ઉઠાવી છે.પાનેલી ગામે ગઇકાલે બપોર બાદ ભારે વરસાદ સાથે પવન ફુંકાતા પાનેલીના સ્મશાન પાછળ ગઢાળા તરીકે ઓળખાતી જમીન વિસ્તારમાં ખેડૂતોએ વાવેલા ઘઉંના ઉભા પાક વરસાદને કારણે ઢળી પડતા ખેડૂતોને લાખોનું નુકસાન થયેલ છે. ખેડૂતોનો તૈયાર પાકનો મોમા આવેલો કોળીયો કમોસમી વરસદે ઝુંટવી લેતા ખેડૂતો હતાશ થઇ ગયા હતાં. આ વિસ્તારના ખેડૂતો શૈલેશ ગોરધનભાઇ વેકરીયા અને વલ્લભભાઇ સીદાભાઇ ધાડિયા સહિતનાઓએ નુકસાન થયેલ પાકનો સર્વે કરી તાત્કાલીક ધોરણે ખેડૂતોને સહાય આપવા માગણી કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application