ઉપલેટા: અગાઉના ફાયરિંગમાં બચી ગયો કહી શખસોએ યુવાન પર થાર ચડાવી હાથ–પગ ભાંગ્યા
ઉપલેટા તાલુકાના પડવલા ગામે અગાઉના ઝગડાનો ખાર રાખી ગામના સંધી શખસ અલી મામદ ઉર્ફે ખપ્પટીયો અને તેના પુત્ર નોમને ગામના યુવાન ઉપર થાર ગાડી ચડાવી દઇ હાથ–પગ ભાંગી નાખી અગાઉ અમે કરેલા ફાયરિંગમાં તું કેમ બચી ગયો હતો તેમ કહી યુવાનની હત્યાનો પ્રયાસ કરી ધોકા–પાઇપ લઇ પાંચ શખસો તૂટી પડયા હતાં.
પ્રા થતી વિગતો મુજબ ૨૦૧૮માં પડવલામાં રહેતો અને અગાઉ રાયના પૂર્વ મંત્રીના પિતાની હત્યામાં સંડોવાયેલો અલી મામદ તૈયબ શેઠા સામાન્ય બોલાચાલી બાદ નજીવી બાબતે ગામના આધેડો ઉપર ફાયરિંગ કરેલ હતાં તેની અદાવતનો ખાર રાખી ગઇકાલે યુવાન ઉપર થાર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યેા હતો.
ઘટનાની જાણ થતાં મોડી રાત્રે ભાયાવદર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જયારે ઘવાયેલા પડવલાના યુવાન દિપેન માકડિયાને પ્રથમ સરકારી દવાખાને ત્યાંથી વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ઘટનાની જાણ થતાં ધોરાજી એએસપી સિમરન ભારદ્રાજ નાસી ગયેલા આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી.
યુવાન દિપેન વિનોદભાઇ માકડિયા (ઉ.વ.૪૪, રહે.માકડિયા શેરી, ભાયાવદર) ધંધો ખેતીવાળાએ લખાવેલી પોલીસ ફરિયાદમાં જણાવેલ કે હત્પં સાંજે મારા ઘરેથી જમીને મારે ગામ રહેતા ખેડૂત પાસે ટ્રેકટરની મજૂરી લઇ મારા ઘર તરફ આવી રહ્યો હતાં ત્યારે પાછળથી થાર કંપનીની ગાડીમાં અલીમામદ તૈયબ શેઠા (રહે.પડવલા) તથા તેનો પુત્ર નોમન અલીમામદ શેઠા (રહે.પડવલા) તેમજ ત્રણ અજાણ્યા શખસોએ મારી મોટર સાયકલ ઉપરથી પછાડી મારા બન્ને પગ ઉપર થાર ગાડીના વીલ ચડાવી મને કહેલ કે તું અગાઉ ફાયરિંગમાં બચી ગયો હતો. આજે તને પુરો કરી નાખવો છે તેમ કહી મારા ઉપર પાઇપ, ધોકા, બેટબોલના ધોકા વડી માર મારવા લાગતા મારી રાડોનો અવાજ સાંભળી આજુબાજુમાં રહેતા લોકો દોડી આવતા હત્પમલાખોરો બન્ને બાપ–દીકરો તેમજ અજાણ્યા શખસો થાર ગાડી લઇને નાસી ગયા હતાં. ભાયાવદર પોલીસે ફરિયાદી દિપેન વિનોદરાય માકડિયાની ફરિયાદ લઇ આરોપી અલી મામદ તૈયબ શેઠા ઉર્ફેર્ ખટપટીયો તેના પુત્ર નોમન અલી મામદ શેઠા (રહે.બન્ને પડવલા) વિરૂધ્ધ ગુનો નોંધી ભાગી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાએ ધોરાજી એએસપી, રાજકોટ એસપી સહિત ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી શખસો સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application