એપ્રિલમાં પોરબંદર-શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેનની અપડાઉન 4-4 ટ્રિપ રદ રહેશે, જાણો તારીખ

  • March 25, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના વિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી આપવા સંબંધિત કામ માટે બ્લોક લેવામાં આવ્યો હોવાના કારણે પોરબંદર- શાલીમાર- પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન એપ્રિલ મહિનામાં રદ(Cancel) રહેશે. જ્યારે એપ્રિલ માસમાં જ ગોરખપુર રેલવે સ્ટેશન ઇન્ટરલોકિંગના કાર્ય માટે રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 12905 પોરબંદર- શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 09.04.2025, 10.04.2025, 16.04.2025 અને 17.04.2025 ના રોજ રદ રહેશે.


ટ્રેન નંબર 12906 શાલીમાર- પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 11.04.2025, 12.04.2025, 18.04.2025 અને 19.04.2025 ના રોજ રદ રહેશે.


પોરબંદર-મુઝફફરપુર એક્સપ્રેસ ટ્રેનનું ઉ. પ્ર.માં માર્ગ પરિવર્તન
ટ્રેન નં. 19269 પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન કુસમ્હી-, ગોરખપુર-, ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઈનના સંબંધમાં નોન-ઈન્ટરલોકિંગ કાર્યના કારણે 10 એપ્રિલ, 11 એપ્રિલ, 24 એપ્રિલ અને 01 મે, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી- ગોંડા- ગોરખપુર- પનિયાહવા- મુઝફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી- શાહગંજ- મઊ- ફેફના- છપરા- મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application