જામનગર નજીક મોટી ખાવડી ટાવર યાર્ડની દિવાલ પાસે અજાણ્યા વાહનના ચાલકે બેદરકારીથી ચલાવીને એક યુવાનને હડફેટે લઇ મોત નિપજાવી નાશી ગયો હતો દરમ્યાન મૃતકની ઓળખ મેળવવા મેઘપર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જામનગર-ખંભાળીયા હાઇવે મોટી ખાવડી ટાવર યાર્ડની દિવાલ પાસે અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે ચલાવીને એક અજાણ્યા યુવાનને કચડી નાખી મોત નિપજાવ્યુ હતું, દરમ્યાન મેઘપર પોલીસની ટુકડી દ્વારા મુતદેહનો કબ્જો સંભાળી પીએમ કરાવી લાશને જી.જી. હોસ્પીટલ કોલ્ડમમાં રાખવામાં આવેલ છે.
મરણજનારે શરીરે સફેદ કલરનો શર્ટ, બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે અને કાળા કલરના સ્પોર્ટસ શુઝ પહેરેલ છે, જમણા હાથની કલાઇ પર ઓમ તથા અંગ્રેજીમાં મહર્ષકુમાર તથા ઉર્મીલાદેવી ત્રોફાવેલ છે, વાલીવારસ અંગે તપાસ કરવામાં આવી રહી છે, કોઇને જાણ થાય તો મેઘપર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
દરમ્યાન આ બનાવ અંગે મુળ ઝારખંડ હાલ સિકકા શ્રીજી સોસાયટીમાં રહેતા અફરોઝ આલમ અન્સારી દ્વારા મેઘપર પોલીસમાં અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવી છે. જેમા જણાવ્યુ છે કે તા. ૨૨-૧૨-૨૫ના સમય દરમ્યાન અજાણ્યા વાહનના ચાલકે બેફીકરાઇથી ચલાવી વાહનનું ટાયર અજાણ્યા યુવાન ઉમર આશરે ૨૦ થી ૩૦ વર્ષ પર ફેરવી લઇ મોત નિપજાવી નાશી ગયો હતો.