અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબિજ પરથી અજાણી યુવતીએ લગાવી છલાંગ, સારવાર માટે LG હોસ્પિટલ ખસેડાઈ

  • February 07, 2023 04:25 AM 

Aajkaalteam

અમદાવાદ CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ છલાંગ લગાવ્યાની ઘટના સામે આવી છે. હાલ તો છલાંગ લગાવનાર અજાણી યુવતીને મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.


પ્રાથમિક માહિતી પ્રમાણે અમદાવાદનો ધમધમતો વિસ્તાર એવા સીટીએમ ઓવરબ્રિજ પરથી યુવતીએ છલાંગ લગાવી હતી. જેના કારણે તેમને ઈજા પહોચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અંદાજીત બપોરના સમયે આ ઘટના ઘટી હતી. હાલ તો છલાંગ લગાવવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આત્મહત્યા કરવાની કોશિષ કરતા સમગ્રે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.


યુવતીએ છલાંગ લગાવતા યુવતી નીચે રોડ પર પટકાઈ હતી. જેના કારણે યુવતીને ગંભરી ઈજાઓ થતાં તેને તાત્કાલી 108 મારફતે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ પગે ફેક્ચર થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application