શહેરી વિસ્તારોના ઝડપી વિકાસ માટે રાજકોટ જિલ્લ ાના ધોરાજી અને ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત આગામી તા.૨૨ને શુક્રવારના રોજ યોજાશે. આ તમામ વિકાસ કાર્યેા ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે અને ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયાની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થશે. આ આયોજનથી બંને શહેરોની આંતરમાળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે અને સ્થાનિક વિકાસને નવી ગતિ મળશે.
ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં યોજાનાર કાર્યક્રમમાં કુલ રૂા.૮૦૦ લાખના પ્રજાલક્ષી કામો જનતા ચરણોમાં સમર્પિત કરાશે. આ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ચાપાતર, ગણેશપરા તથા સંજયનગર આઉટગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ, પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટના પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ થશે. આ સાથે જ જિલ્લ ા આયોજન કચેરી દ્રારા મંત્રીની ગ્રાંટમાંથી ખરીદાયેલ અધતન એમ્બ્યુલન્સ અને ભુગર્ભ ગટરની નિયમિત સફાઈ માટે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પેારેશન દ્રારા ફાળવવામાં આવેલા ગ્રેબ બકેટ મશીન અને જેટીંગ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. બીજી તરફ, ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં કુલ રૂા.૧૪.૦૩ કરોડથી વધુ ના રકમના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત સંપન્ન થશે. જેમાં યોજના અંતર્ગત અને સાંસદ ગ્રાંટ હેઠળ પૂર્ણ થયેલ પટેલ નગર મેઈન રોડ, રામેશ્વર એપાર્ટમેન્ટથી સ્વામિનારાયણ મંદિર, સાંકુતલ સોસાયટી અને કોલકી રોડ વી.પી. ઘેટિયા સ્કૂલ સુધીના સી.સી. રોડ તેમજ નવી એમ્બ્યુલન્સ સેવા સહિતના કુલ ા. ૧,૫૭,૮૭, ૦૦૮ના કામોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત, વેસ્ટર્ન પાર્ક, સિદ્ધિ ટાવર, વૃંદાવન સોસાયટી, જલારામનગર, મોહનનગર અને નોબલહત્પડ સ્કૂલ રોડ સહિતના વિસ્તારોમાં કુલ રૂા.૧૨,૪૫, ૩૩,૨૮૯ના ખર્ચે સી.સી. રોડના નવા કામોના ખાતમુહર્ત કરવામાં આવશે. આ લોકાર્પણ અને ખાતમુહર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ્ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જીાબેન વ્યાસ, વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લ ા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી રવિભાઈ માકડીયા, શહેર ભાજપ પ્રમુખ દિપકભાઈ સુવા અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહેશે.