કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ કાલે ગુજરાતમાં અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલીઝંડી આપશે

  • August 12, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા આયોજિત તિરંગા યાત્રા ની લેગ ઓફ કરશે તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ થી વધુ લોકો જોડાય તેવા સંકેત છે તો તેની સાથે ૧૦ ટેબ્લો આઝાદી ના ૭૮ વર્ષની ઉજવણીને લઈને મૂકવામાં આવશે.
દેશની આઝાદીના ૭૮મા વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જેના ભાગપે મ્યુનિ. દ્રારા ૧૫મી ઓગસ્ટ પહેલાં શહેરમાં વિરાટનગરથી નિકોલ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. છે, જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ લેગઓફ કરાવશે
વિરાટનગરના કેસરીનંદન ચોક થઇ બેટી બચાવો સર્કલ વિરાટનગર ઝોનલ ઓફિસથી થઇ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી કોઠિયા હોસ્પિટલ થઇ કેનાલ ક્રોસ કરીને જીવણવાડી સર્કલ થઇ ખોડિયાર મંદિર નિકોલ સુધી તિરંગા યાત્રા યોજાશે.આ અંગે અમદાવાદ સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, શહેરીજનોમાં રાષ્ટ્ર્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામા આવયુ છે.આ તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, એસઆરપી બેન્ડ, ફાયરના જવાનો, શાળાના બાળકો, રમતવીરો તથા વિવિધ સમાજના નાગરિકો અને જુદા જુદા પંથ–ધર્મના ધર્મગુ અને તેમનાં અનુયાયીઓ સહિત ૫૦ હજારથી વધુ લોકો જોડાશે.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરની તમામ મ્યુનિ. અને સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્ર્રધ્વજ લહેરાવવામાં આવશે અને આવતીકાલથી તમામ ઐતિહાસિક બિલ્ડિંગ–બ્રિજ વગેરે જગ્યાએ રોશની કરવામાં આવશે.ખાસ કરીનેશહેરના આઇકોનિક બિલ્ડિંગ, બ્રિજ, તિરંગા યાત્રાના ટ અને ટ ઉપરની મિલકતો ઉપર તિરંગા થીમ આધારિત લાઇટીંગ આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application