કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર

  • September 29, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ પૂર્ણ થયાના ૪૮ કલાકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સાંજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે ૧૭૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસના કામો લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે.આજે સાંજે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચશે અને આવતીકાલે સવારે ૯:૦૦ થી ૧૧ દરમિયાન સરખેજ ભાડજ ઓગળજ ત્રાગડ અને જગતપુર વિસ્તારમાં વિવિધ ખાતમુહર્ત અને લોકાર્પણ કાર્ય કરવામાં હાજરી આપશે. ત્રાગડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહકાર રાયમંત્રી જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય સંચાર રાયમંત્રી દેવુ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે યાં કાર્યકરો અને જનતાને સંબોધન કરશે.આ સિવાય થલતેજ વોર્ડના ભાડજ ગામના તળાવનું નવીનીકરણનું કામ ખાતમુહર્ત ઓગણજ ગામના તળાવનું નવીનીકરણ અને ખાતમુહર્ત જગતપુરના તળાવનું ખાતમુહર્ત બાદ જન ભાગીદારી હેઠળ ચાંદલોડિયા વોર્ડના ત્રાગડ ગામના નવનિર્મિત તળાવ તથા લલિતા ગોવિંદ ઉધાનનું લોકાર્પણ કરશે. ત્યાં પણ જાહેર જનતાને સંબોધન કરશે.આવતીકાલે બપોરે ૨:૩૦ વાગ્યે ગાંધીનગર જિલ્લાના પાલજ એરફોર્સ સ્ટેશન નજીક આવેલા નેશનલ ઇન્સ્િટટૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એયુકેશન એન્ડ રિસર્ચ ના નવીન ભવનનું લોકાર્પણ કરવાની સાથે જાહેર સભા ને સંબોધન કરશે.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસથી મુલાકાત પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે સાંજે થી ગુજરાતના પ્રવાસે આવતા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application