ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર દેવળિયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એમ.પી. 09 એચ.એચ. 3417 નંબરના એક ટ્રકના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા એક આશરે 30 વર્ષના એક અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સોઢા તરઘડી ગામના અનિરુદ્ધસિંહ જાડેજાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક ઈમરાનશાહ આલમશાહ સામે ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા નજીક યુવાનના રોકડ, દસ્તાવેજોની ચોરી
રાજસ્થાન રાજ્યના રાજસમદ જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા સંપતપુરી મંગુપુરી ગોસ્વામી નામના 45 વર્ષના યુવાને ખંભાળિયા નજીક મોવાણ ગામના પાટીયા પાસે આવેલી એક હોટલ નજીક પોતાની ટાટા વેન્ચર કારમાં રાખેલા રૂપિયા 49,000 રોકડા તેમજ આધાર કાર્ડ, વાહનની આરસી બુક વિગેરે ચીજ વસ્તુઓ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ધોરણસર ગુનો નોંધી, ચોર ઈસમની શોધખોળ હાથ ધરી છે.
દ્વારકામાં વિપ્ર મહિલાનો મોબાઈલ ચોરાયો
દ્વારકાના નાના ભાવડા ગામે રહેતા રાજેશભાઈ વાલાભાઈ બુજડ નામના 39 વર્ષના બ્રાહ્મણ યુવાનના ધર્મ પત્ની મંજુલાબેનનો રૂપિયા 16,000 ની કિંમતનો રીયલ-મી કંપનીનો મોબાઈલ ફોન કોઈ ગઠિયાઓ ભાથાણ ચોકમાંથી સેરવી ગયાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech