મદદના બહાને રિક્ષાચાલકનું એટીએમ કાર્ડ બદલાવી રૂ.45 હજારની ઉઠાંતરી

  • February 12, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં રીક્ષામાં બેસાડી મુસાફરોને લુંટતી ગેંગ બાદ એટીએમમાં મદદના બહાને કાર્ડ બદલાવી પૈસાની ઉઠાંતરી કરી લેતી ગેંગ ફરી સક્રિય બની છે.
જવાહર રોડ પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા રીક્ષા ચાલકને મદદ કરવાનું કહી એટીએમ કાર્ડ બદલાવી લઇ રૂ. 45000ની રોકડ ઉપાડી લેતા અજાણ્યા શખ્સ સામે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
આ અંગે શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતાં અને રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા બોદુભાઈ હસનભાઈ સોલંકી (ઉ.વ.60) નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.30/01 ના રાત્રીના જીમખાના પાસેની જવાહર રોડ પર આવેલા એ.ટી.એમ.માં પોતાના એકાઉન્ટમાં રૂ.8500 જમા કરાવવા માટે ગયા હતા ત્યારે અગાઉથી જ બાજુમા એક અજાણ્યો શખ્સ ઉભો હતો હું પૈસા ઉપાડવા માટેની પ્રોસેસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યો વ્યક્તિ મદદ કરવાનું કહી આવ્યો હતો અને ચાલુ પ્રોસેસે આમ તેમ કરવા લાગ્યો હતો. પૈસા જમા થઈ ગયા બાદ એ.ટી.એમ મશીનમાં રહેલું એ.ટી.એમ.કાર્ડ કાઢી લઈ મને આપી દીધું હતું અને એ ત્યાંથી બહાર નીકળી ગયો હતો.
મોડી રાત્રીના મારા મોબાઈલ મેસેજ આવ્યો હતો અને જે મેં જોતા મારા બેક એકાઉન્ટમાંથી દસ-દસ હજાર એમ કુલ રૂ.20 હજાર એ.ટી.એમ કાર્ડથી ઉપડ્યા હોવાનું જોવા મળતા મેં તુરંત એટીએમ કાર્ડ જોયું હતું જેમાં કોઈ જમનદાસ માલવીયાનું નામ હતું. બાદમાં ગુગલ-પે એકાઉન્ટમાં જોતા બેન્ક એકાઉન્ટમાથી કટકે-કટકે કુલ રૂ. 45 હજાર ઉપડી ગયાનું જોતા આ કાર્ડ મદદ કરવા આવેલા અજાણ્યા શખ્સે બદલી નાખી ખાતામાંથી પૈસા ઉપાડી લઇ લઈ છેતરપીંડી કરી હોવાનું જણાયું હતું. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application