વીંછિયાના પીપરડી ગામે રહેતા તબીબ સાથે અહીં જ રહેતા દંપતીએ દુકાનનો રૂપિયા 34 લાખમાં સોદો કર્યો હતો. જેમાં તબીબે રૂપિયા 27 લાખ આપી દીધા હતા. બાદમાં તેમને માલુમ પડ્યું હતું કે, આ દુકાન પર બેંક લોન લીધી હોય જે લોનની ભરપાઈ કરી ન હોય તેમ છતાં આ દુકાન વેચી દઇ પોતાની સાથે છેતરપિંડી કરી હોવા અંગે તબીબે દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા તાલુકાના પીપરડી ગામે રહેતા મનસુખભાઈ નાગરભાઈ પરમાર(ઉ.વ 33) દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશબા ગંભીરસિંહ પરમાર અને ગંભીરસિંહ અભેસિંગ પરમાર (રહે શિવરાજપરા,વીંછિયા) ના નામ આપ્યા છે. મનસુખભાઈને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં જસદણમાં ઓમ ડેન્ટલ ક્લિનિક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે વર્ષ 2018 થી તેઓ ભાડે દુકાન રાખી હોય જેથી તેમને પોતાની માલિકીની દુકાન લેવાનું વિચાર્યું હતું આથી તેમણે પિતાને વાત કરી હતી. બાદમાં તેમના પિતાએ તેના મિત્ર પરેશભાઈ હીરાભાઈ કાગડા સાથે વાત કરતા વિછીયામાં જસદણ રોડ પર નિર્મળ પેટ્રોલ પંપ્ની બાજુમાં આવેલ ત્રણ દુકાનમાં હોલ તેમણે બતાવ્યો હતો અને આ દુકાનો પ્રકાશબા ગંભીરસિંહ પરમારની માલિકીની હોય અને તે વેચવાની હોય તેવી વાત કરી હતી.
જેથી આ બાબતે પરેશભાઈની દુકાને બેઠક કરી હતી અને દુકાનના માલિક ગંભીરસિંહ પરમાર તથા તેમના પત્ની પ્રકાશબા હાજર હતા ત્યારે તેમણે આ દુકાનોની કિંમત રૂ.35 લાખ કહી હતી બાદમાં રૂ.34 લાખમાં સોદો નક્કી થયો હતો.
ત્યારબાદ તારીખ 13/3/2023 ના 17 લાખ ચૂકવી સાટા ખાતે કર્યું હતું બાદમાં તારીખ 29/5 ના આ દુકાનનો દસ્તાવેજ ફરિયાદીના નામે કરી આપ્યો હતો બાદમાં રોકડ રૂપિયા 7 લાખ તથા ત્રણ લાખ એમ મળી કુલ રૂપિયા 27 લાખ ફરિયાદીએ ચૂકવ્યા હતા અને કબજો સંભાળ્યો હતો.
તારીખ 23/1/2024 ના કોટક મહિન્દ્રા બેન્કની એક નોટિસ અહીં લગાવેલ હતી આથી આ બાબતે ફરિયાદીએ રાજકોટ અને અમદાવાદ કોટક મહિન્દ્રા બેન્કની શાખામાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ દુકાન ઉપર રૂપિયા 27 લાખની લોન બજાબ ફાયનાન્સમાંથી લેવામાં આવી છે અને તેનો હવાલો કોટક મહીન્દ્રા બેંકે સંભાળ્યો છે આમ પતિ પત્ની બંને દુકાન પર 27 લાખની લોન બાકી હોય જે બાબતની હકીકત નહીં જણાવી ફરિયાદી સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો હોય જેથી આ અંગે તેમણે વીંછિયા પોલીસ સ્ટેશનમાં દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech