રાજકોટમાં દુધમાં બેફામ ભેળસેળ; ૧૫ ડેરીમાં દરોડા

  • March 08, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વર્ષોથી ચાલતા સફેદ દુધના કાળા કારોબાર ઉપર અંતે રાજ્ય સરકારના આદેશથી મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ ત્રાટકી છે. દૂધમાં થતી પાણી સહિતની મિલાવટ રોકવા રાજ્ય સરકાર દ્વારા છૂટક દૂધનું વેંચાણ કરતી ડેરી ફાર્મ સહિતની દુકાનોમાં સ્ટેટ લેવલ ડ્રાઇવ યોજવા આદેશ કરવામાં આવતા રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીફાર્મની ૧૫ જેટલી દુકાનોમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને ગાય તથા ભેંસના લુઝ દુધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ પૃથ્થકરણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગાઉ પણ અનેક વખત દૂધમાં ભેળસેળ ઝડપાઇ ચુકી છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ મિલ્ક ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ૧૫ ડેરીફાર્મની દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા જેમાં (૧) ભેંસનું દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- અમર ડેરી ફાર્મ, મધુવન મેઇન રોડ, એચ.પી.પેટ્રોલ પંપ પાસે, મોરબી રોડ (૨) ભેંસનું દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- શ્રી નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર બી-૧૦૧, બસ સ્ટોપ પાસે, કોઠારીયા મેઇન રોડ (૩) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- સત્યમ ડેરી ફાર્મ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ (૪) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- જાગનાથ ડેરી ફાર્મ, શોપ નં.૧, અને ૨, ગ્રાઉન્ડ ફ્લોર, જલારામ કોમ્પ્લેક્ષ, ૫૦ ફૂટ મામા સાહેબ રોડ, કુવાડવા રોડ (૫) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- સુધ્ધાંગ ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર નં. ડી-૧૯, હૂડકો પોલીસ ચોકી પાસે, કોઠારીયા મેઇન રોડ (૬) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- નીલકંઠ ડેરી ફાર્મ, નીલકંઠ ડેરી ફાર્મ, રેસકોર્ષ પાર્ક, દુકાન નં.૧, એરપોર્ટ રોડ, (૭) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ-નકલંક દુગ્ધાલય, ભીલવાસ ચોક, જનસતા પ્રેસ સામેથી, (૮) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- રાધેશ્યામ ડેરી ફાર્મ, ઢોલરિયા નગર-૧, ગાયત્રીનગર મેઇન રોડ (૯) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્તિનગર સર્કલથી (૧૦) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- રામકૃષ્ણ ડેરી ફાર્મ, જાગનાથ શેરી નં.૨૨, મહાકાળી મંદિર રોડથી અને (૧૧) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- શ્રી અમૃત ડેરી ફાર્મ એન્ડ આઇસ્ક્રીમ, બજરંગવાડી ચોક, ખોડિયાર કોમ્પ્લેક્ષ શોપ નં.૧, જામનગર રોડથી તેમજ (૧૨) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- ગોકુલ ડેરી, બજરંગવાડી-૧૦, બજરંગવાડી ચોક પાસે, જામનગર રોડ ખાતેથી (૧૩) મિક્સ દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ-શ્રી ગોર્વધન ડેરી ફાર્મ, સદગુરુ સાનિધ્ય ટાવર, શોપ નં.૬, સત્ય સાંઈ હોસ્પિટલ સામેથી (૧૪) ગાયનું દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ- શ્રીનાથજી ડેરી ફાર્મ, મારુતી પાર્ક મેઇન રોડ, શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ કોર્નર, શોપ નં.૧ ખાતેથી તેમજ (૧૫) ગાયનું દૂધ (લુઝ)નું સેમ્પલ સ્થળ-શુભમ ડેરી ફાર્મ, પ્રધ્યુમાન એપાર્ટમેન્ટ, શોપ નં.૧, આલાપ હેરિટેજ સામે, સત્ય સાંઈ રોડ ખાતેથી લેવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application