ટીઆરપી ગેમ ઝોન અિ કાંડની ઘટના પછી બધું જ નિયમસર ચાલશે અને ગમે તેવા ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહીં આવે તેવા હાકલા પડકારા રાબેતા મુજબ કરાયા પછી આ બનાવને થોડો સમય પસાર થઈ ગયો છે અને નિયમની કડક અમલવારીના નામે પછાડાતા ધોકા જાણે બધં થઈ ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હોવાની અનુભૂતિ રાજકોટ શહેરની મધ્યમાં આવેલા વિરાણી હાઇસ્કુલ મેદાન આસપાસ થી પસાર થતા લોકો કરી રહ્યા છે.
સરકારી તત્રં તરફથી રેસ્કોર્સ મેદાનમાં અને ખાનગી આસામીઓ દ્રારા શહેરના અલગ અલગ સ્થળોએ ખાનગી મેળાના આયોજન જન્માષ્ટ્રમીના પર્વ દરમિયાન કરવામાં આવતા હોય છે. આવું એક આયોજન વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં થઈ રહ્યું હોવાનું આ શહેરના તમામ નાગરિકોને દેખાઈ રહ્યું છે પરંતુ ગેરકાયદેસર રીતે તથા નિયમો કે કાયદાના પાલન વગર મંજૂરીની એસીતેસી કરી વિરાણી હાઈસ્કૂલમાં મેળાની તૈયારીની જે કામગીરી ચાલી રહી છે તે તંત્રને દેખાતી નથી.
વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં ખાનગી મેળાની તૈયારી બાબતમાં સૌથી વધુ ગંભીર અને ચોકાવનારી વાત તો એ છે કે આ જમીનની માલિકી બાબતે સરકાર અને વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લે રાજકોટ ઝોન એકના પૂર્વ પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીએ આ જમીનની માલિકી રાજકોટ જિલ્લા કલેકટરની એટલે કે સરકારની હોવાનું માર્ચ ૨૦૨૩ ના એક ચુકાદાથી ઠરાવ્યું છે. આ ચુકાદા સામે ટ્રસ્ટ તરફથી હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી અને તે સંદર્ભે સુનાવણીની નવેસરથી પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. જો કે હજુ સુધી નવો ચુકાદો આવ્યો નથી અને તેથી જુના ચુકાદા મુજબ આ જમીનની માલિકી સરકારની હોવા છતાં તેમાં યોજાઇ રહેલા ખાનગી મેળા બાબતે જિલ્લા કલેકટર તંત્રની ચૂપકીદી સૌ કોઈને અકળાવી રહી છે.
રાજકોટ શહેરમાં જો કોઈ વ્યકિત કે સંસ્થા ખાનગી મેળાનું આયોજન કરવા માગતી હોય તો તેમણે સૌપ્રથમ પોલીસ તંત્રની મંજૂરી કાયદો વ્યવસ્થાની ટ્રાફિકની અને પાકિગ સહિતની બાબતોને લઈને મેળવવાની હોય છે. આવી જ રીતે સ્વચ્છતા આરોગ્ય સહિતના મુદ્દે મહાનગરપાલિકાની મંજૂરી મેળવવાની હોય છે. પરંતુ વિરાણી હાઈસ્કૂલના કિસ્સામાં આવી કોઈ અરજી અમને મળી નથી તેવું પોલીસ અને મહાનગરપાલિકાનું તત્રં જણાવે છે.
યાં વધુ ભીડ એકત્ર થતી હોય તેવા મેળાના સ્થળોએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવાયું છે. રાઇડ માટે ફિટનેસ રિપોર્ટ મેળવવો જરી છે. અિસમનના સાધનો પણ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ તેવી જોગવાઈ છે. અિકાંડ જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટરે ૪૪ નિયમોની શિક્ષાપત્રી જાહેર કરી છે પરંતુ તેની અમલવારી માટે કોઈ વ્યવસ્થા ન હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.
વિરાણી હાઇસ્કુલવાળી આ જગ્યા તો શહેરની મધ્યમાં છે અને તેની આસપાસ રહેણાંક વિસ્તારો છે. મેળાનું આયોજન ૧૫ દિવસથી એકાદ મહિના સુધીનું રાખવામાં આવતું હોય છે. મોડી રાત સુધી ઘોંઘાટ આ વિસ્તારના લોકો માટે મોટું ન્યુસન્સ બની જતું હોય છે. ખાણીપીણીની દુકાનો અને રેકડીઓના કારણે ગંદકી પણ બેફામ બની જતી હોય છે. પરંતુ આવી કોઈ બાબત માટે તત્રં તરફથી આગોતરા પગલાં લેવાની કોઈ કાર્યવાહી થતી હોવાનું જાણમાં આવતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech