કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા વિવેકભાઈ ભીમશીભાઈ ચાવડા નામના 21 વર્ષના આહીર કોન્ટ્રાક્ટર યુવાનની માલિકીની આવેલી ચોક્કસ સર્વે નંબરની જગ્યામાં નુકસાની કરવાના ઈરાદાથી પ્રવેશ કરીને આ જગ્યામાં કરવામાં આવેલી ફેન્સીંગ તેમજ પોલને જે.સી.બી. વાહન મારફતે તોડી પાડવા સબબ ભાટિયા ગામના રામ નાથા ગઢવી, જામનગરના કિશન ગઢવી તેમજ જેસીબી વાહનના ચાલક દ્વારા પ્રવેશ કરી અને બાઉન્ડ્રીના તાર તેમજ 250 જેટલા પોલ તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે તેઓને આશરે રૂપિયા ત્રણ લાખ જેટલી નુકસાની થયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ દરમિયાન આરોપીઓને રોકતા સિક્યુરિટી કર્મચારી નારણભાઈ વજશીભાઈ કંડોરીયાને આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે. જે સંદર્ભે પોલીસે તમામ ત્રણ શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ખંભાળિયામાં બે સ્થળોએ જુગાર દરોડામાં ચાર શખ્સો ઝડપાયા
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાંથી પોલીસે મુરુ રામસંગ મકવાણા અને પ્રભુ ઉર્ફે અજય નાનકભાઈ શ્રીમાળીને તેમજ અહીંની જી.વી.જે. સ્કૂલ પાછળથી કાના કરમણ રૂડાચ અને વિજય કેશુ સોઢા નામના શખ્સોને જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech