ઉનાના મોઠા ગામે સરકારી ખરાબા, ગૌચર, નદી કાંઠે દબાણો હટાવો

  • November 06, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાના મોઠા ગામે આવેલ અનુસુચિત અગ્રણી અને સમગ્ર ગામજનો વતી પંચાયતના સભ્ય પ્રતિનિધી દ્વારા મોઠા ગામે આવેલ સરકારી જમીન, ગૌચરની જમીન ગામતળ ખરાબાની જમીન નદી કિનારે ભાઠની સરકારી જમીન પર મોટાં પાયે ગેર કાયદેસર દબાણ કરી લીધી છે. આ જમીન ખાલી કરાવી અને દબાણ દૂર કરવા વારંવાર રજૂઆત થાય છે તેમજ ગ્રામસભા માં પણ આ પ્રશ્ર્ન ઊભો થવા પામ્યો હતો છતાં કોઈ કારણોસર નિર્ણય લેવાતો નથી અને ડીમોલેશન ની કામગીરી શરૂ કરવામાં આવતી નથી.આ અંગે નાયબ કલેકટર ને ગામજનો દ્વારા લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણ કરેલા છે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application