યુક્રેનની સેનાએ રશિયાને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ રશિયન શહેર સુડઝા પર નિયંત્રણ મેળવી લીધું છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર છે યારે રશિયાના આટલા મોટા વિસ્તાર પર વિદેશી સેના દ્રારા કબજો કરવામાં આવ્યો છે. આ પહેલા રશિયાનો આટલો મોટો વિસ્તાર હિટલર દ્રારા જ કબજે કરવામાં આવ્યો હતો. રશિયન શહેર કુસ્ર્ક પહેલેથી જ યુક્રેનની સેનાના નિયંત્રણમાં છે. સુદજા શહેર અહીંથી ૧૦૫ કિલોમીટરના અંતરે આવેલું છે. યુક્રેનના સૈન્ય વડા ઓલેકઝાન્ડર સિરસ્કીએ જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈનિકોએ તેમના આક્રમણની શઆતથી ૧,૧૫૦ ચોરસ કિલોમીટર જમીન અને ૮૨ વસાહતો પર કબજો કર્યેા છે. સિરસ્કીએ કહ્યું કે તેમની સેનાએ અહીં ઓફિસ પણ સ્થાપી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નિયંત્રિત વિસ્તારોમાં વસ્તીની પ્રાથમિક જરિયાતોને પહોંચી વળવા માટે સુડજામાં લશ્કરી કમાન્ડન્ટની આફિસની સ્થાપના કરવામાં આવી છે, તેમણે કહ્યું સુદજા રશિયન ગેસ ટર્મિનલની બાજુમાં સ્થિત છે. અહીંથી રશિયા યુક્રેન થઈને યુરોપને ગેસ સપ્લાય કરે છે. વર્ષ ૨૦૨૩માં યુરોપમાં મોકલવામાં આવતા અડધા રશિયન કુદરતી ગેસ આ શહેરમાંથી પસાર થશે.
આનાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે યુક્રેન પણ રશિયાની આવકના મહત્વના ક્રોતને ફટકારવાનું લય ધરાવે છે. યુક્રેનના ગ્રાઉન્ડ આક્રમણથી ૭૬,૦૦૦થી વધુ રશિયનોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. યુક્રેનની જમીન પર કબજો કરવાને બદલે હવે રશિયા તેની જમીન પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. યુક્રેનિયન ડ્રોને યુદ્ધના સૌથી મોટા હત્પમલામાં ચાર રશિયન એરફિલ્ડને નિશાન બનાવ્યા હતા. પ્રા અહેવાલ મુજબ, આ હત્પમલામાં કુસ્ર્ક અને વોરોનેઝ અને નિઝની નોવગોરોડના દક્ષિણ–પશ્ચિમ વિસ્તારો, મોસ્કોના પૂર્વમાં ચાર લયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે કુસ્ર્ક અને આસપાસના વિસ્તારોમાં ૧૧૭ મોટા ડ્રોન અને ચાર વ્યૂહાત્મક મિસાઇલોનો નાશ કર્યેા છે. યુક્રેનનો હત્પમલો રશિયા માટે મોટી શરમજનક બાબત બની ગઈ છે. તો આ હત્પમલો બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા પર વિદેશી સેનાનો પહેલો હત્પમલો છે, જે યુક્રેનની રણનીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે. સુડજા પહોંચેલા યુક્રેનિયન સૈનિકોએ એક ઈમારત પરથી ધ્વજ તોડી નાખ્યા હતા, જેનો વીડિયો યુક્રેનિયન ન્યૂઝ ચેનલ પર બતાવવામાં આવ્યો હતો. તેઓએ અહીં યુક્રેનની પ્રશંસા કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. હત્પમલો કરતી વખતે, યુક્રેને માત્ર ૮ દિવસમાં એટલી રશિયન જમીન કબજે કરી લીધી છે જેટલી રશિયન સેનાએ આઠ મહિનામાં કરી હતી. રવિવારે રશિયાની ધરતી પર યુક્રેનિયન ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech