છેલ્લાં અઢી વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલાં અવિરામ યુદ્ધમાં હવે યુક્રેન હાંફતું જાય છે. તેમ દેખાઈ રહ્યું છે. તેમાં તેની સામે અત્યારે એકી સાથે બે ભીતિ આવીને ઊભી છે. એક તરફ યુદ્ધ મેદાનમાં તેનું સૈન્ય પાછું હઠી રહ્યું છે તો બીજી તરફ સાયબર એટેકનો ભોગ બને છે. અતિ વ્યૂહાત્મક મનાતા કુર્કસ્ક આંબ્લાસ્ટમાં તેણે મેળવેલી ભૂમિનો ૪૦ ટકા વિસ્તાર તેને રશિયાના કાઉન્ટર એટેકમાં ગુમાવવો પડયો છે.
આટલું જ નહીં પરંતુ સંઘર્ષ માત્ર યુદ્ધ ભૂમિ પરની પ્રથમ હરોળ પૂરતો જ મર્યાદિત ન રહેતાં તે રશિયાના સાયબર એટેકનું પણ ભોગ બની રહ્યું છે. આ સાયબર એટેક નાટો દેશોનાં ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ અસ્તવ્યસ્ત કરી રહ્યાં છે. આથી યુક્રેનને થતી સહાયમાં અવરોધો ઊભા થતાં મૂળભૂત પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે, હવે યુક્રેને કેટલું ટકી શકશે ? રશિયાના એક ધાર્યા હત્પમલાથી સત્તાનું સંતુલન ખોરવાઈ રહ્યું છે ? તેવો પણ પ્રશ્ન વિશ્લેષકો પૂછી રહ્યાં છે. કેટલાંક દિવસો પૂર્વે યુક્રેને રશિયાના કુર્કસ્ક વિસ્તાર ઉપર કબજો જમાવી દીધો હતો. પરંતુ રશિયાએ વળતા હત્પમલા શ કર્યા, તો બીજી તરફ યુક્રેન નબળું પડતું ગયું. યુક્રેને થોડા દિવસો પૂર્વે કુર્કસ્ક વિસ્તારમાં હત્પમલો કરી, રશિયાના તાબા નીચેની ૧,૩૭૬ ચો.કી.મી. જમીન ઉપર કબજો જમાવ્યો હતો.પરંતુ રશિયાએ વળતો હત્પમલો કરતાં હવે તેના હાથમાં માત્ર ૮૦૦ ચો.કી.મી. ભૂમિ રહી છે. એટલે કે તેણે ૪૦ ટકા વિસ્તાર ગુમાવ્યો છે.
આ પરાભવનું કારણ તે છે કે રશિયાએ તેના ૬૦ હજાર સૈનિકોએ ઉત્તર કોરિયાના ૧૧૦૦૦ સૈનિકો સાથે મળી પ્રચડં હત્પમલો કરતાં યુક્રેનના સૈનિકોને પાછા હઠવું પડયું હતું. આ પ્રચડં હત્પમલો કરવા પાછળ રશિયાનું ધ્યેય તે છે કે ગુમાવેલી ભૂમિ પાછી મેળવી ત્યાં બફરઝોન રચના માગે છે, અને તે પણ અમેરિકામાં રાજકીય પરિવર્તન આવે તે પહેલાં. હવે યુક્રેનના પૂર્વના ભાગમાં સેનાકીય દબાણ સતત વધતું જાય છે, ''એર–સ્ટ્રાઇકસ'' અને ''મિસાઈલ્સ–એટેક'' વધતા જાય છે. યુક્રેનનાં એક એક શહેરને નિશાન બનાવી આ હત્પમલા થઈ રહ્યાં છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી તત્કાળ હવાઈ રક્ષણ આપવા પશ્ચિમને અનુરોધ કરી રહ્યાં છે. તેવામાં રશિયાના નાટો દેશો ઉપર સાયબર–હત્પમલા શ થઈ રહ્યાં છે. તેથી મૂળભૂત પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ પરિસ્થિતિમાં યુક્રેન ટકી કેટલું શકશે ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech