મહારાષ્ટ્રમાં નવા-જૂની થવાના એંધાણ? ઉદ્ધવ ઠાકરે CM ફડણવીસને મળ્યા, કહ્યું- લોકો તરફથી અમે અવાજ ઉઠાવીશું

  • December 17, 2024 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે પ્રથમ વખત સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. શિવસેના યુબીટીના વડા ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને તેમને અભિનંદન આપ્યા હતા. તેમની આ મુલાકાતને લઈને મહારાષ્ટ્રમાં નવા-જૂનીના એંધાણ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


શિયાળુ સત્રના બીજા દિવસે ઉદ્ધવ ઠાકરે વિધાનસભા પહોંચ્યા હતા, જ્યાં તેઓ સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ બેઠક બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. તેના પરથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.​​​​​​​


મિટિંગ પર ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું કે, આ માત્ર સદ્ભાવના બેઠક હતી, અમે ચૂંટણી જીતી શક્યા નથી, મહાગઠબંધન ચૂંટણી જીતી ગયું. આથી હવે એવી અપેક્ષા છે કે, મહારાષ્ટ્રના હિતમાં કામ થશે. હવે અમે જનતા દ્વારા અમારો અવાજ ઉઠાવવાના છીએ.


આપણે પણ સાંભળવું જોઈએઃ આદિત્ય ઠાકરે
આ ખાસ બેઠક અંગે શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, આજે અમારા પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા. અમે વિપક્ષમાં હોવા છતાં તેઓ સત્તાધારી પક્ષમાં છે. અમે બધા લોકો દ્વારા ચૂંટાયેલા છીએ અને અમારી અપેક્ષા છે કે, તેઓ અમારી વાત સાંભળે અને વિકાસના કામને આગળ ધપાવે. 


સીએમ દેવેન્દ્ર ફડણવીસે ફોન કરીને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ બંને નેતાઓએ સમારોહમાં હાજરી આપી ન હતી. જો કે, શિયાળુ સત્રના બીજા દિવસે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application