પોતાના સૈનિકોના મોતનો બદલો લેવા માટે અમેરિકાએ ઈરાક અને સીરિયા સામે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. યુ.એસ.એ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના સમર્થિત લશ્કરી જૂથોના ૮૫ થી વધુ ઈરાની લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ૧૮ના મોત થયા હતા. અમેરિકન સેનાએ ખાસ કરીને ઈરાનની કુદસ ફોર્સને નિશાન બનાવી હતી. રાષ્ટ્ર્રપતિ જો બાઈડનના આદેશ બાદ અમેરિકી સેનાએ ઈરાનના નિશાનો પર હવાઈ હુમલા કર્યા છે.
જોર્ડનમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આ પછી અમેરિકાએ ઈરાક અને સીરિયામાંથી ઈરાનની કુદસ ફોર્સ અને તેના બેઝને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાએ પહેલા જ કહ્યું હતું કે તે સૈન્ય કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાઈડને પણ આ માટે પરવાનગી આપી હતી.
શુક્રવારે અમેરિકન સેનાએ જવાબી કાર્યવાહી કરીને બદલો લીધો હતો. સીરિયન મીડિયાએ કહ્યું કે આ હુમલામાં ઘણી જાનહાનિ થઈ છે, જયારે ઘણા ઘાયલ થયા છે. જોકે તેણે કોઈ આંકડા આપ્યા નહોતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્રારા ગત સાહે કરવામાં આવેલા હુમલાનો બદલો છે. અમેરિકી સેનાએ કહ્યું કે અમે ૧૨૫ હથિયારો વડે ૮૫ લક્ષ્યોને નિશાન બનાવ્યા.
ઈરાક અને સીરિયામાં અમેરિકન હુમલા બાદ જો બાઈડને કહ્યું કે જો તમે કોઈપણ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે જડબાતોડ જવાબ આપીશું. અમેરિકી રાષ્ટ્ર્રપતિએ કહ્યું, અમારી પ્રતિક્રિયા આજે શરુથઈ હતી અને ચાલુ રહેશે. બાઈડને કહ્યું કે અમેરિકા મધ્ય પૂર્વ કે દુનિયામાં કયાંય પણ સંઘર્ષ ઇચ્છતું નથી, પરંતુ જેઓ અમને નુકસાન પહોંચાડવા માંગે છે તેઓને ખબર હોવી જોઇએ કે જો તમે કોઇ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે પણ જવાબ આપીશું.
ડ્રોન હુમલામાં ૩ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા
ગયા રવિવારે સીરિયા નજીક જોર્ડનમાં અમેરિકન સૈન્ય મથક પર ડ્રોન હુમલામાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા અને ૪૦ ઘાયલ થયા હતા. આ પછી અમેરિકાએ ઈરાન વિદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી. અમેરિકાએ આ હુમલા માટે ઈરાન સમર્થિત મિલિશિયા જૂથોને જવાબદાર ઠેરવ્યા હતા. અમેરિકાએ સીરિયા અને ઈરાકમાં સ્થિત ઈરાની ઠેકાણાઓને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધની અસર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વમાં દેખાવા લાગી છે. આ યુદ્ધમાં અમેરિકાને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે ૭ ઓકટોબરે યુદ્ધ શરૂ થયું હતું. જે આજ સુધી ચાલુ છે અને તે કયાં સુધી ચાલુ રહેશે તે કહેવું મુશ્કેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech