પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના અમેરિકા માટે ગંદા કામ કરવાના નિવેદન પર વિવાદ ચાલુ છે. દરમિયાન, જ્યારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ આ અંગે નિવેદન આપવાનું ટાળ્યું હતું.
પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદન સંબંધિત પ્રશ્નના જવાબમાં વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે, વિદેશ પ્રધાન માર્કો રુબિયો વર્તમાન મુદ્દા પર ભારત અને પાકિસ્તાન બંનેના વિદેશ પ્રધાનો સાથે વાત કરશે. અમે આ ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ પર નજર રાખી રહ્યા છીએ. અમે વિવિધ સ્તરે ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે સંપર્કમાં છીએ. અમે તમામ પક્ષોને આનો ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આખી દુનિયા આપણને જોઈ રહી છે પણ મારી પાસે આ સંદર્ભમાં કોઈ વધારાની માહિતી નથી.
હકિકતમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાનનો આતંકવાદ અને આતંકવાદી ભંડોળને ટેકો આપવાનો લાંબો ઇતિહાસ છે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, અમે 30 વર્ષથી અમેરિકા માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.
ભારત સાથે સંપૂર્ણ યુદ્ધની વાત કરનારા ખ્વાજા આસિફે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો અંત આવી ગયો છે. ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે ભૂતકાળમાં લશ્કરના પાકિસ્તાન સાથે કેટલાક સંબંધો મળી આવ્યા છે. જોકે, તેમણે કહ્યું કે હવે આ આતંકવાદી સંગઠનનો અંત આવી ગયો છે.તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે. જો આપણા અસ્તિત્વ માટે સીધો ખતરો હશે તો જ આપણે આપણા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું. જો યુદ્ધ થાય તો આપણે તેના માટે માનસિક રીતે પણ તૈયાર છીએ. આગામી બે થી ત્રણ કે ચાર દિવસમાં યુદ્ધ ફાટી નીકળવાની સ્પષ્ટ શક્યતા છે.આસિફે કહ્યું કે જો પાકિસ્તાનની સાર્વભૌમત્વ સામે કોઈ ખતરો છે તો અમે તેનો સામનો કરવા માટે 100 ટકા તૈયાર છીએ. આગામી થોડા દિવસોમાં યુદ્ધનો ભય છે પણ તેને ટાળી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંગળવારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬,૬૦૦ મેગાવોટની વીજ માગ: ગરમીના કારણે ડિમાન્ડ વધી
April 30, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech