BREAKING NEWS

અમેરિકાનું ‘ફ્લાઈંગ ગેસ સ્ટેશન’ મધ્ય-પૂર્વમાં ગાયબ: ઈરાન નજીક આકાશમાં જાહેર કરી ઈમરજન્સી

  • May 05, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી વાયુસેનાનું બોઈંગ KC-135 સ્ટ્રેટોટેન્કર વિમાન, જે હવામાં જ અન્ય લડાયક વિમાનોમાં ઈંધણ ભરવા માટે જાણીતું છે, તેણે અચાનક '7700' નો કટોકટીનો સંકેત (Squawk Code) જારી કર્યો હતો. Flightradar24 ના ડેટા મુજબ, આ વિમાન સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અલ ધાફરા એરબેઝ પરથી ઉડ્યું હતું, પરંતુ કતારના આકાશમાં પહોંચતા જ તેના સિગ્નલ મળતા બંધ થઈ ગયા હતા.


ઈમરજન્સીનું કારણ હજુ અકબંધ
ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન લેન્ડિંગ માટે નીચે ઉતરતા પહેલા લાંબા સમય સુધી આકાશમાં ગોળ-ગોળ ફરતું રહ્યું હતું. જોકે, આ ઈમરજન્સી પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનામાં કોઈ દુશ્મન દેશની સંડોવણી હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અમેરિકી સૈન્ય દ્વારા વિમાનની વર્તમાન સ્થિતિ કે ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ઈરાનની સમાચાર એજન્સી 'ફાર્સ' એ વિમાન ગાયબ હોવાના અહેવાલો આપ્યા છે, પરંતુ તેમાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઈનકાર કર્યો છે.


​​​​​​​
શું છે KC-135 સ્ટ્રેટોટેન્કર?

આ વિમાન અમેરિકી વાયુસેનાની કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે. તેની મુખ્ય વિશેષતાઓ છે. જેમાં તે હવામાં ઉડતા અન્ય વિમાનોમાં ઈંધણ ભરી શકે છે, જેના કારણે તેને 'ફ્લાઈંગ ગેસ સ્ટેશન' કહેવામાં આવે છે. આ વિમાનમાં પાછળની તરફ વળેલા પાંખો નીચે ચાર શક્તિશાળી ટર્બોફેન એન્જિન લાગેલા હોય છે. ઈંધણ ભરવાની સિસ્ટમની ઉપર એક કાર્ગો ડેક હોય છે, જે મુસાફરો અને સૈન્ય સામાનના પરિવહન માટે પણ વપરાય છે. આ વિમાન છેલ્લા 60 વર્ષથી અમેરિકી સૈન્ય અભિયાનોનો અત્યંત મહત્વનો હિસ્સો રહ્યું છે.



​​​​​​​મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સૈન્ય અભિયાનોમાં આ વિમાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હતું ત્યારે જ તેની સાથે બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ આ વિમાનના લોકેશન અને ઈમરજન્સીના કારણોની તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application