અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવાની આપેલી છૂટ વધુ એક મહિના સુધી લંબાવી
અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવાની આપેલી છૂટ વધુ એક મહિના સુધી લંબાવી
April 18, 2026 01:55 PM
વૈશ્વિક ઓઇલ બજારમાં વધતા ભાવ અને ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ એક મોટો અને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઇલની ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં ફરી એકવાર કામચલાઉ છૂટ આપી દીધી છે. નોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ અમેરિકાના ટ્રેઝરી વિભાગે આ છૂટ લંબાવવાની ના પાડી દીધી હતી, પરંતુ બદલાતા સંજોગોમાં અમેરિકાએ પોતાનો નિર્ણય બદલવો પડો છે.અમેરિકાના ટ્રેઝરી વિભાગના નવા નોટિફિકેશન મુજબ, હવે દેશો ૧૬ મે, ૨૦૨૬ સુધી રશિયન ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી કરી શકશે. અગાઉ આ છૂટ ૧૧ એપ્રિલે પૂરી થઈ ગઈ હતી. આ નવા નિર્ણયથી સમુદ્રમાં લોડ થયેલા રશિયન ઓઇલના જથ્થા પર એક મહિના સુધી કોઈ અમેરિકાના પ્રતિબધં લાગુ થશે નહીં.આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલો તણાવ છે. દુનિયાના ૨૦% ઓઇલ અને ગેસનો પુરવઠો આ ટ પરથી પસાર થાય છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે આ સપ્લાય લાઈન પર જોખમ ઉભું થતા ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા. અમેરિકામાં મોંઘવારી ન વધે અને બજારમાં ઓઇલનો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી ટ્રમ્પ પ્રશાસને રશિયા પ્રત્યે નરમાઈ બતાવી છે. રશિયાના મતે, આ છૂટથી દરરોજ લગભગ ૧૦૦ મિલિયન બેરલ ઓઇલ બજારમાં આવશે, જે વૈશ્વિક જરિયાત પૂરી કરવામાં મદદપ થશે..