ભારતીય નૌકાદળ દ્રારા યુએસ પાસેથી લીઝ પર લેવામાં આવેલ એમકયુ –૯બી સી ગાર્ડિયન ડ્રોન બંગાળની ખાડીમાં ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. આ ઘાતક ડ્રોનનો ઉપયોગ ચીન સુધીના વિસ્તારોની દેખરેખ માટે કરવામાં આવતો હતો. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના નિયમિત સર્વેલન્સ મિશન દરમિયાન બની હતી જેમાં ડ્રોનનું પાણીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડું હતું . મહત્વનું છે કે, આ ડ્રોન હવે દરિયામાંથી પાછું લાવી શકાશે નહીં અને તેને બિનઉપયોગી જાહેર કરવામાં આવેલ છે. આ ઘટના એવા સમયે બની છે, યારે ભારત અમેરિકા પાસેથી ૩૧ એમકયુ –૯બી ડ્રોન ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે. આ સોદો અંદાજે ૩.૧ બિલિયનનો છે. એમકયુ –૯બી સીગાર્ડિયન એ યુએસ સ્થિત જનરલ એટોમિકસ દ્રારા ઉત્પાદિત પ્રિડેટર બીનું એક પ્રકાર છે અને તેને ભારતીય નૌકાદળ દ્રારા ચાર વર્ષ પહેલાં હિંદ મહાસાગર પ્રદેશમાં ગુ માહિતી, દેખરેખ અને જાસૂસીની ક્ષમતાઓ વધારવા માટે લીઝ પર આપવામાં આવ્યું હતું. નૌકાદળ તેને આઈએનએસ રાજાલી, આર્કેાનમ તમિલનાડુથી ચલાવી રહ્યું હતું. નૌકાદળે જણાવ્યું હતું કે, આઈએનએસ રાજાલી, આર્કેાનમથી કાર્યરત ઐંચાઈવાળા લાંબા અંતરના રિમોટલી પાઇલોટેડ એરક્રાટમાં નિયમિત સર્વેલન્સ મિશન દરમિયાન તકનીકી ખામી આવી હતી જે ઉડાન દરમિયાન સુધારી શકાયું ન હતી. જેને લઈ ડ્રોનને સલામત વિસ્તાર તરફ નેવિગેટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચેન્નાઈના દરિયાકાંઠે સમુદ્રમાં ઉતારી લેવામાં આવ્યું . નેવીએ કહ્યું કે, આ ઘટના અંગે વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને તેના પર જનરલ એટોમિકસ પાસેથી માહિતી લેવામાં આવશે.
મહત્વનું છે કે, લીઝ હેઠળ આ ડ્રોન નેવીને વ્યાપક વિસ્તારની દેખરેખ સુનિશ્ચિત કરવા માટે ઓરિજિનલ ઇકિવપમેન્ટ મેન્યુફેકચરર્સ દ્રારા સંચાલિત કરવામાં આવી રહ્યા હતા. હવે ઓરિજિનલ ઇકિવપમેન્ટ મેન્યુફેકચરર્સએ આ નુકસાનની ભરપાઈ કરવી પડશે અને તેને નવા ડ્રોન સાથે બદલવું પડશે. એમકયુ –૯બી ડ્રોને ભારતીય નૌકાદળને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની ગતિવિધિઓ પર દેખરેખ વધારવામાં મદદ કરી છે.
એમકયુ –૯બી એ ભારતીય સેના દ્રારા લીઝ પર આપવામાં આવેલા પ્રથમ લશ્કરી સાધનો છે અને તે ભારત સરકારની ૨૦૨૦ સંરક્ષણ સંપાદન પ્રક્રિયા હેઠળ કરવામાં આવ્યું હતું, જે પ્રાિની કિંમત ઘટાડવા માટે લશ્કરી સાધનોને ભાડે આપવાની મંજૂરી આપે છે. એમકયુ –૯બી ડ્રોનની મહત્તમ ઐંચાઈ ૪૦,૦૦૦ ફટ છે તે સતત ૪૦ કલાક સુધી ઉડી શકે છે અને ૫,૦૦૦ નોટિકલ માઈલથી વધુની રેન્જ ધરાવે છે. ભારતીય નૌકાદળ જે વિસ્તાર પર પેટ્રોલિંગ કરે છે તે વિશાળ છે જે પર્સિયન ગલ્ફથી મલક્કાની સામુદ્રધુની અને બંગાળની ખાડીથી આફ્રિકાના દક્ષિણપૂર્વ કિનારા સુધીના વિસ્તારોને આવરી લે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech