US જઈ રહેલી એર ઈન્ડીયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડીંગ, ટેક્નીકલ ખામી સર્જાતા લેવાયો નિર્ણય

  • June 07, 2023 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું મંગળવારે રશિયાના મગદાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એર ઈન્ડિયાએ કહ્યું- અચાનક એન્જિન ખરાબ થવાને કારણે વિમાનને મગદાન તરફ ડાયવર્ટ કરવુ પડ્યું હતું.



એરલાઈન કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે 6 જૂને એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-173એ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો માટે ઉડાન ભરી હતી. એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ તેને ડાયવર્ટ કરીને રશિયાના મગદાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવું પડ્યું હતું.


એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં 232 લોકો સવાર હતા, જેમાં 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. મુસાફરોને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. મુસાફરોને સાન ફ્રાન્સિસ્કો લઈ જવા માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


આ વર્ષની શરૂઆતમાં એર ઈન્ડિયાની ચેન્નાઈથી સિંગાપોર જતી ફ્લાઈટને ખરાબ હવામાનના કારણે મલેશિયા ડાયવર્ટ કરવામાં આવી હતી.


ઈન્ડિગો ફ્લાઈટનું 2 દિવસ પહેલા ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
રવિવારે આસામના ડિબ્રુગઢ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ગુવાહાટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેનના એન્જિનમાં ખામીના કારણે આવું થયું હતું. ફ્લાઈટમાં 150થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી પણ સામેલ હતા. તેમની સાથે ભાજપના બે ધારાસભ્યો પ્રશાંત ફુકન અને તેરાશ ગોવાલા પણ મુસાફરી કરી રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application