અમેરિકાએ ભારતની એન્ટી સબમરીન સોનોબોયના વેચાણને આપી મંજૂરી

  • August 24, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમુદ્રમાં ભારતની તાકાત વધશે કારણ કે, કારણ કે યુએસએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનોબ્વાય અને સંબંધિત સાધનોના સંભવિત વિદેશી સૈન્ય વેચાણને મંજૂરી આપી છે. આ કરારની અંદાજિત કિંમત ૫૨.૮ મિલિયન અમેરિકી ડોલર હશે, જેને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને મંજૂરી આપી હતી.

યુએસ ડિફેન્સ સિકયોરિટી કોઓપરેશન એજન્સીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સંભવિત વેચાણ અંગે કોંગ્રેસને આજે સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડિફેન્સ સિકયુરિટી કોઓપરેશન એજન્સી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેઠળની એજન્સી છે.
ભારત સરકારે એએનએસએસકયૂ–૫૩જીએલ્ટિટુડ એન્ટી–સબમરીન વોરફેર સોનોબુય; એએનએસએસકયૂ –૬૨એફ એચએએએસડબલ્યૂ સોનોબુય; એએનએસએસકયૂ–૩૬ સોનોબુય ટેકનિકલ અને પબ્લિકેશન્સ અને ડેટા ડોકયુમેન્ટેશન, યુએસ સરકાર અને કોન્ટ્રાકટર એન્જિનિયરિંગ અને ટેકનિકલ સહાય, રસદ અને કાર્યક્રમ સેવાઓ અને સમર્થનના અન્ય સંબંધિત તત્વોને ખરીદવાનો અનુરોધ કર્યેા છે. તેની અંદાજીત કિંમત ૫૨.૮ મીલીયન અમેરીકી ડોલર છે.
આ પ્રસ્તાવિત વેચાણ અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્ર્રીય સુરક્ષાના ઉદ્દેશ્યોને સમર્થન આપશે, કારણ કે, તે અમેરિકા–ભારત વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે અને ઈન્ડો–પેસિફિક અને દક્ષિણ એશિયા ક્ષેત્રોમાં મુખ્ય સંરક્ષણ ભાગીદારની સુરક્ષામાં સુધારો કરશે રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ શકિત છે.જણાવી દઈએ કે, આ પ્રસ્તાવિત વેચાણ એમએચ–૬૦આર હેલિકોપ્ટર સાથે એન્ટી–સબમરીન યુદ્ધ ઓપરેશન ચલાવવાની ક્ષમતા વધારીને વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતામાંમ પણ સુધારો કરશે. આ સાધનસામગ્રીને તેના સશક્ર દળોમાં સામેલ કરવામાં ભારતને કોઈ સમસ્યા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application