પાકિસ્તાનની ચૂંટણીમાં ગેરરીતિ તપાસ કરવા અમેરિકાનો ઠરાવ

  • June 27, 2024 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકી પ્રતિનિધિ સભાએ ગતરોજ પાકિસ્તાનમાં લોકશાહી અને માનવાધિકારના સમર્થનમાં ઠરાવ પસાર કર્યો હતો. પાકિસ્તાનની 2024ની ચૂંટણીમાં હસ્તક્ષેપ્ની માંગણી બાદ આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેને સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસ નામ આપવામાં આવ્યું છે. ગૃહના 85 ટકા સભ્યોએ આ પ્રસ્તાવમાં ભાગ લીધો હતો અને 98 ટકા સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમજ રાષ્ટ્રપતિને લોકતંત્ર, માનવાધિકાર અને કાયદો જાળવવા પાકિસ્તાન સાથે વાત કરવાની અપીલ કરી હતી.
જ્યોર્જિયા અને મિશિગનના કોંગ્રેસમેન મેકકોર્મિકે, તેમના 100 થી વધુ સાથીદારો સાથે, ’પાકિસ્તાનમાં લોકશાહી અને માનવ અધિકારો માટે અભિવ્યક્ત સમર્થન’ શીર્ષક ધરાવતા ઠરાવ રજૂ કર્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે, તે લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા અને પાકિસ્તાનના લોકોના અધિકારોનું સન્માન કરવાના મહત્વને માન આપે છે. જેઓ હાલમાં આર્થિક અસ્થિરતા અને સુરક્ષા ખતરાનો સામનો કરી રહ્યા છે.

અહેવાલ મુજબ, પ્રસ્તાવમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનની 2024ની ચૂંટણીમાં દખલગીરી કે ગેરરીતિના દાવા અંગે સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી. ઠરાવમાં પાકિસ્તાનમાં લોકતાંત્રિક ભાગીદારીને દબાવવાના પ્રયાસોની પણ નિંદા કરવામાં આવી હતી. ખાસ કરીને, ઉત્પીડન, ધાકધમકી, હિંસા, મનસ્વી અટકાયત અને ઇન્ટરનેટ પ્રતિબંધો સહિતના નાગરિક અધિકારોના ઉલ્લંઘનની નિંદા કરવામાં આવી છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ચૂંટણી પરિણામોનો વિરોધ કરનારાઓમાં સામેલ છે.

પાકિસ્તાનના વિદેશ કાયર્લિયે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા પસાર કરાયેલા ઠરાવની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ પગલું પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ અને ચૂંટણી પ્રક્રિયાની સમજના અભાવ થી ઉદભવ્યું છે. પાકિસ્તાનના ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે વિદેશ કાયર્લિયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચને ટાંકીને જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે આ ચોક્કસ ઠરાવનો સમય અને સંદર્ભ આપણા દ્વિપક્ષીય સંબંધોની સકારાત્મક ગતિશીલતાને અનુરૂપ નથી અને તેનાથી પાકિસ્તાનમાં રાજકીય સંકટ સર્જાશે. આ પરિસ્થિતિ અમારી ચૂંટણી પ્રક્રિયાની અધૂરી સમજણમાંથી ઉદ્દભવી છે. બલોચે વધુમાં કહ્યું, તેથી, આવી દરખાસ્તો કોઈ હેતુ વગરની છે. અમે આશા રાખીએ છીએ કે યુએસ કોંગ્રેસ પાકિસ્તાન-યુએસ સંબંધોને મજબૂત કરવામાં સહાયક ભૂમિકા ભજવશે અને પરસ્પર સહયોગના આવા રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનાથી અમારા લોકો અને દેશો બંનેને ફાયદો થશે.
બીજી તરફ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આ પ્રસ્તાવ પર અમેરિકા પર પ્રહારો કયર્િ અને કહ્યું કે તેને દેશની આંતરિક બાબતોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. આસિફે જણાવ્યું હતું કે, તેમને અમારી આંતરિક બાબતોમાં દખલ કરવાનો અથવા આ બાબતે કોઈપણ પ્રકારનો ચુકાદો આપવાનો કોઈ અધિકાર નથી. આ દરખાસ્તનું કોઈ મૂલ્ય નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં રાજકારણીઓ વિરુદ્ધ જે કાર્યવાહી થઈ રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે અને આ કારણોસર પાકિસ્તાનની ચૂંટણીની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાની સેના ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહી છે અને પીટીઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application