રેન્સમવેર એટેકના પગલે બેંકોની યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમ થોડા સમય માટે ખોરવાઈ હતી જેના લીધે આ સિસ્ટમના વપરાશકતર્ઓિમાં દેકારો મચી ગયો હતો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે સી-એજ ટેક્નોલોજીઝને સંભવત: રેન્સમવેર હુમલાથી અસર થઈ છે, જેણે તેમની કેટલીક સિસ્ટમોને અસર કરી છે.નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે યુપીઆઈ, આઈપીએમએસ અને અમુક બેંકોની અન્ય પેમેન્ટ સિસ્ટમ્સ અસ્થાયી રૂપે ગ્રાહકો માટે ઉપલબ્ધ રહી ન હતી. આ સી-એજ ટેક્નોલોજીસની સિસ્ટમને કારણે થયું હોવાનું સામે આવ્યું છે કે જે ઘણી બેંકોને સેવા પ્રદાતા છે.નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, પેમેન્ટ ઇકોસિસ્ટમ પર મોટી અસરને રોકવા માટે, રિટેલ પેમેન્ટ સિસ્ટમને ઍક્સેસ કરવાથી અસ્થાયી રૂપે સી-એજ ટેક્નોલોજીને અલગ કરી દીધી છે. સી-એજ દ્વારા સેવા અપાતી બેંકોના ગ્રાહકો આઈસોલેશનના સમયગાળા દરમિયાન પેમેન્ટ સિસ્ટમ્સ એક્સેસ કરી શકશે નહીં.અહી જણાવી દઈએ કે સી-એજ ટેક્નોલોજી સહકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો માટે ટેકનોલોજી સેવા પ્રદાતા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ધ્યાનમાં આવ્યું હતું કે સી-એજ ટેક્નોલોજી સેવા પ્રદાતા જે મોટાભાગે સહકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને સેવા પૂરી પાડે છે, તેમની કેટલીક સિસ્ટમોને અસર કરતા રેન્સમવેર હુમલાથી આ સેવા સંભવત: પ્રભાવિત થઈ છે. સુત્રોએ ઉમેર્યું હતું કે , સી-એજ ટેક્નોલોજીસ સાથે યુદ્ધના ધોરણે પુન:સ્થાપ્ન કાર્ય ચાલી રહ્યું છે અને જરૂરી સુરક્ષા સમીક્ષા પ્રક્રિયામાં છે. અસરગ્રસ્ત બેંકોની કનેક્ટિવિટી વહેલી તકે પુન:સ્થાપિત કરવામાં આવશે.
રેન્સમવેર એટેક શું છે?
રેન્સમવેર એટેક એ સાયબર એટેકનો એક પ્રકાર છે જ્યાં માલવેર બેન્કના ડેટાને એન્ક્રિપ્ટ કરે છે અથવા તેમને તેમની સિસ્ટમમાંથી લોક કરી દે છે. જેથી તેનો એ સમયે ઉપયોગ થઈ શકતો નથી અને પછી હુમલાખોરો પછી ઍક્સેસ પુન:સ્થાપિત કરવાના બદલામાં ખંડણીની ચુકવણીની માંગ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech