આ બાકી હતું: યુકેની યુનિવર્સિટી જાદુટોણા શીખવશે

  • October 21, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઆપણે ત્યાં જાદુવિધાને અંધશ્રદ્ધા સાથે મિકસ કરીને ઉતારી પાડવામાં આવે છે. પરંતુ પશ્ચિમમાં તેનો વ્યવસ્થિત અભ્યાસ કરાવવામાં આવે છે. યુકેની એક યુનિવર્સિટીએ જાદુટોણા અને વિચક્રાટનો માસ્ટર્સ કોર્સ શ કર્યેા છે. તેમાં વિધાર્થીઓને આ કળાની થિયરી અને પ્રેકિટકલની સાથે તેનો ઈતિહાસ અને વેસ્ટર્ન વિશ્વ પર તેની સામાજિક અસરો પણ ભણાવવામાં આવશે.
હાયર એયુકેશન માટે લોકો વિદેશમાં મેડિસિન, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એન્જિનિયરિંગ વગેરે શીખવા જાય છે. પરંતુ જાદુવિધાનો કોર્સ કરવા માટે વિદેશની યુનિવર્સિટી ઓફર કરે તો કેવું લાગે? યુકેની એક યુનિવર્સિટીમાં જાદુવિધાનો અભ્યાસ શ થયો છે અને આગામી સપ્ટેમ્બર મહિનાથી તેમાં એડમિશન શ થશે. આ કોર્સમાં સ્ટુડન્ટને જાદુટોણા અને બીજી વિધાઓ વિશે થિયરી અને પ્રેકિટકલ ભણાવવામાં આવશે.


જે લોકોને ક્રિસ્ટલ જોઈને ભવિષ્ય જાણવું હોય, ચહેરા જોઈને આગાહી કરવી હોય અથવા ડાકણવિધા સમજવી હોય તેઓ યુકેની એકઝેટર યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે. આ યુનિવર્સિટી જાદુવિધા શીખવીને તેની માસ્ટર્સ ડિગ્રી આપે છે. દુનિયાભરમાં સાયન્સ અને ટેકનોલોજીમાં લોકોને જેમ રસ વધી રહ્યો છે તેમ તેમ મેજિકમાં પણ રસ વધતો જાય છે. આ કોર્સમાં વિશ્વભરમાં ડાકણવિધા અને મેજિકથી કેવા સામાજિક અને ઐતિહાસિક પરિવર્તનો આવ્યા તેનો અભ્યાસ કરવામાં આવશે.


આ પ્રોગ્રામમાં વેસ્ટર્ન સાહિત્ય અને આર્ટમાં જાદુવિધાનું સ્થાન, આર્કિયોલોજી થિયરી, મધ્ય યુગમાં મહિલાઓનું સ્થાન, ભ્રમણા અને જાદુટોણાનો ઉપયોગ તથા જાદુવિધા પાછળની ફિલોસોફી ભણાવવામાં આવશે. યુનિવર્સિટીના મેજિક ડિપાર્ટમેન્ટના હેડ તરીકે જે પ્રોફેસર છે તેઓ મધ્યકાલિન અરેબિક સાહિત્યના જાણતાર છે. તેમણે કહ્યું કે લોકોને આજકાલ વિચક્રાટમાં ઘણો રસ પડે છે અને તેઓ વિધિવત રીતે જાદુ શીખવા માગે છે. તમામ એકેડેમિક ફિલ્ડની જેમ આ કળામાં પણ રિસર્ચ થયું છે.

પશ્ચિમના લોકોને ટેરોટ કાર્ડ, ક્રિસ્ટલ રિડિંગમાં વધુ રસ પડ્યો
સામાન્ય રીતે લોકો એવું માને છે કે પશ્ચિમના લોકો માત્ર સાયન્સમાં માને છે અને ત્યાં જાદુટોણાને કોઈ સ્થાન નથી. પરંતુ આ માસ્ટર્ડ ડિગ્રી કોર્સના કારણે આ ધારણા બદલાઈ જશે. યુકેમાં હવે લોકકથાઓ, ડાકણવિદ્યા, ટેરોટ કાર્ડ, ક્રિસ્ટલ રિડિંગમાં વધુ લોકોને રસ પડી રહ્યો છે.યુકેની યુનિવર્સિટી ઓફ એક્ઝેટર આ દિશામાં માસ્ટર્સ કોર્સ શરૂ કરીને આગળ નીકળી ગઈ છે. બીજી તરફ અન્ય યુનિવર્સિટીઓ પણ મેજિકને લગતા સર્ટિફિકેટ કોર્સ અને બીજા નાના નાના કોર્સ ચલાવે છે. તેમાં યુનિવર્સિટી ઓફ એમ્સ્ટર્ડમ અને રાઈસ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ પણ રહસ્યવાદ, જાદુવિદ્યા વગેરેના કોર્સ કરાવે છે.


સ્ટુડન્ટના ક્રિયેટિવ થિંકિંગ પર વિશેષ ભાર મુકવાનો હેતુ
પશ્ચિમના સાહિત્યમાં ડ્રેગન ક્યાંથી આવ્યા તે વિષયથી લઈને કિંગ આર્થર વિશેની વાર્તાઓ, ઈસ્લામિક થોટ્સ, આર્કિયોલોજિકલ થિયરી વગેરે આ યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે. તેમાં સ્ટુડન્ટના ક્રિયેટિવ થિંકિંગ અને તેમની જિજ્ઞાસા વધારવા પર ભાર મુકવામાં આવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application