તાઈવાનમાં વાવાઝોડા ’જેમી’એ લેન્ડફોલ કર્યું છે અને અતિ ભારે વરસાદ તેમજ પવનના લીધે 27 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કહેરના લીધે બજારો તેમજ શાળા, કોલેજો બંધ રાખવામાં આવ્યા છે.તાઇવાનના પૂર્વ કિનારે વાયુસેનાએ આરંભેલી કવાયત પણ રદ કરવામાં આવી હતી કારણ કે જેમીએ તાઇવાનમાં લેન્ડફોલ કર્યું હતું.
તાઈવાનમાં આ સિઝનનું આ પહેલું તોફાન છે અને તેની જનજીવન પર ઊંડી અસર પડી રહી છે. વાવાઝોડાને કારણે બજારો બંધ થઈ ગયા હતા અને લોકો સહીસલામત ઘરભેગા થઈ ગયા હતા.વાવાઝોડાની સામાન્ય લોકોના જીવન પર ભારે અસર પડી રહી છે. વાવાઝોડાના પગલે મુશળધાર વરસાદ અને ભારે પવનની આગાહી વચ્ચે ઘણી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે અને સેના સ્ટેન્ડ બાય છે.
ટાપુના સેન્ટ્રલ મીટીરોલોજિકલ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, જેમી, બુધવારે સાંજે તાઈવાનના ઉત્તરપૂર્વીય કિનારે ત્રાટકે તેવી ધારણા છે. હાલમાં મધ્યમ-શક્તિવાળા ટાયફૂન તરીકે વર્ગીકૃત થયેલ છે, તે તાઇવાન સ્ટ્રેટમાં આગળ વધશે અને પછી શુક્રવારની મોડી બપોરે દક્ષિણપૂર્વ ચાઇનીઝ પ્રાંત ફુજિયાનને ફટકારશે તેવી અપેક્ષા છે.
અત્યાર સુધીનું સૌથી મોટું તોફાન
વાવાઝોડું સૌપ્રથમ ગ્રામીણ યિલાન કાઉન્ટીમાં જમીન પર ત્રાટકશે. તાજેતરના વર્ષોમાં આ સૌથી મોટું તોફાન હોઈ શકે છે. યિલાનનું સુઆઓ બંદર કથિત રીતે આશ્રય શોધતી બોટોથી ભરેલું હતું.અને માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે.
27 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ
સમગ્ર તાઈવાનમાં કામ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે રાજધાની તાઈપેઈની શેરીઓ સામાન્ય રીતે ભીડના સમયે ભારે વરસાદ વચ્ચે નિર્જન થઈ ગઈ છે. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે 27 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તેમજ લગભગ તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.જો કે, તીએસએમસી કે જે વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ચિપ નિમર્તિા છે અને એપલની મુખ્ય સપ્લાયર છે તેને જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે તેની ફેક્ટરીઓ તોફાન દરમિયાન સામાન્ય ઉત્પાદન જાળવી રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech