સિક્કા પંથકમાં બે પાણીની મોટર-વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો

  • June 07, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોરાઉ સામાન અને રીક્ષા છકડા સાથે બે તસ્કરને ઝડપી લીધા

જામનગર તાલુકાના સિક્કા પંથકમાંથી તાજેતરમાં બે પાણીની ઇલેક્ટ્રીક મોટરને ઈલેક્ટ્રીક વાયર સહિતની સામગ્રીની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં સિક્કા પોલીસે ઉકેલી નાખ્યો છે, અને તસ્કર બેલડી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ચોરાઉ ઇલેકટ્રીક મોટર અને વાયર તથા એક રીક્ષાછકડો વગેરે કબજે કરી લીધા છે.
જામનગર તાલુકાના સિક્કા પોલીસમાં મથકમાં તાજેતરમાં બે પાણીની ઇલેક્ટ્રિક મોટર તથા કેબલ સહિત ૨૯,૦૦૦ ની માલમત્તાની ચોરી થઈ ગયા ની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી,જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી. સરવૈયાની સુચનાથી સ્ટાફ તસ્કર ને શોધવા માટે પેટ્રોલિંગમાં હતા.
જે દરમિયાન સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ ગાંભવા તેમજ જીતેન્દ્રસિંહ જાડેજા વગેરેને ચોકકસ બાતમી મળી હતી કે ચોરાઉ ઇલેક્ટ્રિક મોટર અને વાયર ની એક રીક્ષા છકડામાં હેરાફેરી થઈ રહી છે, અને બે તસ્કરો ચોરાઉ માલ સામાન સાથે સિક્કા હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા છે.
 જે બાતમીના અનુસંધાને વોચ ગોઠવી એક રીક્ષા છકડાને આંતરી લીધો હતો અને અંદર નિરીક્ષણ કરતાં તેમાંથી પાણીની બે ઇલેક્ટ્રિક મોટર અને ઈલેક્ટ્રીક વાયર સહિતની સામગ્રી મળી હતી. જે મામલે તેણે ઇલેક્ટ્રીક મોટર અને વાયરની ચોરી કરી હોવાની કબુલાત કરી લીધી હતી.
 જેથી પોલીસે રીક્ષા છકડા સહિતની ઇલેક્ટ્રીક મોટર અને વાયર કબજે કરી લઈ રીક્ષા છકડા ચાલક જામનગર ખેતીવાડી બ્રીજની બાજુમાં સાક્ષરનગરમાં રહેતા સાગર અતુલભાઇ પરમાર તેમજ ભુપત દેવાભાઈ વાઘેલાની અટકાયત કરી લીધી છે અને બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application