સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતા નવાપરા અને સાંઠીયાવાડના બે આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે નવાપરાના કબ્રસ્તાન રોડ પરથી ઝડપી પાડયા હતા.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ એલ.સી.બી. ઓફિસ હાજર હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટાં દસ્તાવેજ બનાવવાના ગુન્હા નં. ૦૩૫૩/ વરવષ ઈ.પી.કો. કલમ:- ૪૨૦,૧૧૪, ૪૯૫, ૪૬૭,૪૬૮, ૪૭૧,૧૨૦ બી મુજબના કામે નાસતા ફરતા અબ્દુલ વહાબ ગનેજા અને જાવેદ સૈયદ (રહે.માણેકવાળો ખાંચો, સાંઢીયાવાડ, ભાવનગર) હાલ- નવાપરા,કબ્રસ્તાન રોડ, અબ્દુલ્લા પીરની દરગાહ સામે ઉભા છે. આ બાતમી આધારે સ્ટાફે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપીઓ અબ્દુલવહાબ હુસૈનભાઈ ગનેજા (ઉ.વ.૨૭ રહે.અરબ જમાતખાન હોલ પાસે, સાંઢીયાવાડ,રૂવાપરી રોડ, ભાવનગર) અને જાવેદ રહીમભાઈ સૈયદ (ઉ.વ.૨૯ રહે.અમી પરા, રેલ્વે સ્ટેશન રોડ, ધોબીવાળો ખાંચો, ભાવનગર) બન્ને હાજર મળી આવતા તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. જે અંગે સુરત શહેર ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશીઓ મુદે રાજકોટ પોલીસ એક્શન મોડમાં
April 26, 2025 04:56 PMરાજકોટના મેટોડામાં ડીજે બંધ કરવાનું કહેતા નિવૃત આર્મીમેન પર હુમલો
April 26, 2025 04:39 PMજઘન્ય આતંકવાદી હુમલાનો શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા વિરોધ કરાયો
April 26, 2025 04:26 PMગોળીબાર હનુમાનજી મંદિરના બ્રહ્મલીન મદનમોહનદાસજી બાપાની મૂર્તિ અનાવરણ કરાઈ
April 26, 2025 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech