જમ્મુ કશ્મીર લદાખ સહિત સમગ્ર હિમાલયન રિજીયનમાં વરસાદ અને હિમવર્ષાના કારણે ઠંડીએ જોરદાર કમબેક કયુ છે. પૂર્વ દિશામાંથી ફકાઇ રહેલા પવનના કારણે ગુજરાતમાં બેથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતયુ છે.
શિયાળાની ચાલુ સિઝનમાં રાજકોટમાં પ્રથમ વખત લઘુતમ તાપમાનનો પારો ૮.૨ ડિગ્રી સુધી નીચે સરકી ગયો છે. રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૩.૫ ડિગ્રી હતું તે મુજબ આજે તેમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. પોરબંદરમાં પણ લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી ઘટી ગયું છે. ગઈકાલે ૧૫.૨ અને આજે ૧૦.૬ ડિગ્રી લઘુતમ તાપમાન પોરબંદરમાં નોંધાયું છે.
ગિરનાર પર્વત ઉપર પણ લઘુતમ તાપમાન ફરી સિંગલ ડીઝીટમાં આવી ગયું છે. ગિરનાર પર્વત ઉપર આજે સવારે ૯.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જુનાગઢ શહેરમાં ૧૪.૯ અને ભવનાથ તળેટીમાં ૧૨.૯ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહેવા પામ્યું છે.
નલિયામાં આજે લઘુતમ તાપમાન ૬.૪ ડિગ્રી નોંધાયું છે. જે સમગ્ર રાયમાં સૌથી નીચું છે નલિયામાં ગઈકાલે ૭.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું તે મુજબ આજે એકાદ ડિગ્રી જેટલો જ ઘટાડો થયો છે.
રાજકોટ અને પોરબંદરની માફક અમરેલીમાં પણ આજે પાંચ ડિગ્રીનો ઘટાડો લઘુતમ તાપમાનમાં થયો છે. અમરેલીમાં ગઈકાલે ૧૫.૮ અને આજે ૧૦.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ભાવનગર વેરાવળ ભુજ માં ત્રણ ત્રણ ડિગ્રી અમદાવાદ ડીસા ગાંધીનગર વડોદરા, સુરતમાં બે ડિગ્રી અને દ્રારકામાં ૪ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નીચે ઉતયુ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ ઠંડી વધશે અને આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે.
ભાવનગરમાં ગઈકાલે ૧૬.૫ અને આજે ૧૩.૬ દ્રારકામાં ગઈકાલે ૧૮.૬ અને આજે ૧૪.૬ વેરાવળમાં ગઈકાલે ૧૬.૮ અને આજે ૧૩.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમદાવાદમાં આજનું લઘુતમ તાપમાન ૧૩.૫ ડીસામાં ૧૨.૧ ગાંધીનગરમાં ૧૧.૭ વડોદરામાં ૧૪.૨ સુરતમાં ૧૬.૨ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
લઘુતમની સાથો સાથ મહત્તમ તાપમાનમાં પણ તોતિંગ ઘટાડો થયો છે અને ભાવનગર તથા ગાંધીનગરને બાદ કરતા સમગ્ર રાયમાં મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડિગ્રી નીચે આવી ગયો છે.
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. હરિયાણા ચંદીગઢ દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. આવી જ રીતે અણાચલ આસામ અને મેઘાલયમાં પણ વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં અત્યારે પ્રતિ કલાકના ૪૫ થી ૫૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાય છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને ૬૫ કિલોમીટર સુધી પહોંચી જાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પોલીસ ભરતી માટે બે મહિના સુધી 80000 થી વધારે ઉમેદવારો શારીરિક પરીક્ષા ભરતી આપશે
January 09, 2025 06:13 PMબાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી અસરોને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે
January 09, 2025 06:06 PMધાબળા ચોરાઈ ન જાય એ માટે હોસ્પિટલએ લગાવ્યો અનોખો જુગાડ
January 09, 2025 04:57 PM19 વર્ષ પછી મકરસંક્રાંતિ પર અદ્ભુત સંયોગ, આ કાર્ય કરવાથી સૂર્ય અને શનિ થશે ખુશ
January 09, 2025 04:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech