ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે સોશિયલ મિડીયા પર શાબ્દિક યુદ્ધ શ થયું છે અને એકબીજાની કંપનીઓ ખરીદવાની ઓફર આપી છે. એ વાત તો જગ જાહેર છે કે ઈલોન મસ્ક અને ઓપનએઆઈ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, મસ્કે ઓપનએઆઈ ખરીદવાની ઓફર કરી છે. આના જવાબમાં સેમ ઓલ્ટમેને કહ્યું કે હું ઓપનએઆઈ તો કયારેય નહી વેચું, પરંતુ ટિટર ખરીદવા તૈયાર છું.
અમેરિકન અબજોપતિ ઈલોન મસ્ક અને ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ શ થઈ ગયું છે. બંનેએ એકબીજાની કંપનીઓ ખરીદવાની ઓફર કરી છે. અગાઉ, મસ્કે કહ્યું હતું કે તે ઓપનએઆઈ ખરીદવા માટે તૈયાર છે. જવાબમાં, ઓલ્ટમેને ઓફર નકારી કાઢી અને ટિટર ખરીદવાની ઓફર કરી.ચેટજીપીટી બનાવતી કંપની ઓપનએઆઈની શઆત મસ્ક અને ઓલ્ટમેન દ્રારા ૨૦૧૫ માં સાથે મળીને કરવામાં આવી હતી. મસ્ક ૨૦૧૮ માં આ કંપનીથી અલગ થઈ ગયા. હવે થોડા સમય પહેલા મસ્કે ઓપનએઆઈ અને ઓલ્ટમેન સામે અનેક મુકદ્દમા દાખલ કર્યા છે. મસ્કનો આરોપ છે કે કંપની હવે તેના મૂળ માર્ગથી ભટકી ગઈ છે અને ઓપનએઆઈ ટૂલ્સથી નફો કમાવવા તરફ આગળ વધી રહી છે, યારે શઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેને બિન–લાભકારી રાખવામાં આવશે.
મસ્કે ઓપન એઆઈને ૧૦૦ બિલિયનમાં ખરીદવાની ઓફર કરી
મસ્કે તેમની કંપની એકસ ઓપનએઆઈ અને કેટલીક અન્ય રોકાણ કંપનીઓ સાથે મળીને ઓપનએઆઈ ને ૧૦૦ બિલિયનમાં ખરીદવાની ઓફર કરી છે. મસ્કે કહ્યું કે તે તેને ફરીથી બિન–લાભકારી સંશોધન પ્રયોગશાળામાં પાંતરિત કરવા માંગે છે. મસ્કના વકીલે પણ આ વાતની પુષ્ટ્રિ કરી છે. મસ્કે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ઓપનએઆઈને ઓપન–સોર્સ તરફ લઈ જવામાં આવે. તેણે સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેઓ તે કરશે.
ઓલ્ટમેને કહ્યું – હું ટિટર ૯.૭૪ બિલિયન ડોલરમાં ખરીદવા તૈયાર છું
મસ્કની ઓફરને નકારી કાઢતા, ઓલ્ટમેને ટિટર ખરીદવાની ઓફર કરી છે. તેમણે લખ્યું કે જો મસ્ક ઇચ્છે તો તે (ઓલ્ટમેન) ટિટરને ૯.૭૪ બિલિયન ડોલરમાં ખરીદી શકે છે. મસ્કે ૨૦૨૨ માં ટિટર ૪૪ બિલિયનમાં ખરીધું હતું અને તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે મસ્કે આ સોદો વાસ્તવિક કિંમત કરતા અનેક ગણા વધુ કિંમતે કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech