ઓનલાઇન જુગારની બદી સતત વધી રહી છે. ખાસ કરીને યુવાધન ઓનલાઇન જુગારમાં ખુંવાર થઈ રહ્યું છે. ઓનલાઇન જુગારમાં મોટી રકમ હારી જતા કોલેજીયન વિદ્યાર્થી સહિતનાએ આપઘાત કર્યાના બનાવો પણ રાજકોટમાં બની ચૂક્યા છે. ત્યારે ઓનલાઇન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા પર પ્રોત્સાહન આપવા અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરતા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ એસીપી ચિંતન પટેલની રાહબરી હેઠળ સાઇબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે. જે દરમિયાન સાયબર સેલની ટીમે એક ઇન્સ્ટાગ્રામ આઈડી પર ઓનલાઇન ગેમિંગને પ્રોત્સાહન આપતું હોવાનું શોધી કાઢ્યું હતું. ધાર્મિક કીંગ૭૭૭૭ નામની આઈડી પર આ રાજાગેમ્સની લીંક હતી. જેથી તે લીંક ઓપન કરતા લોટરી, સ્પોર્ટ્સ કસીનો વગેરે ગેમિંગ માટેનું પેજ ઓપન થયું હતું જેથી ધાર્મિક જગદીશભાઈ વાઘાણી(ઉ.વ 20 રહે.માલીયાસણ મેઈન બજાર, રાજકોટ) ને પુછતાછ માટે પોલીસે બોલાવ્યો હતો.
પૂછપરછમાં તે ગેમિંગ પ્રોમોશન માટે રૂપિયા ચાર્જ કરતો હોવાનું જણાવ્યું હતું જેના આધારે પોલીસે આ શખસ ધાર્મિક વાઘાણી સામે જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી ફોન કબજે લેવામાં આવ્યો હતો.
આ જ પ્રકારે દીપ ગૌસ્વામી ૭ નામના આઈડી ધારકે પણ સોશિયલ મીડિયા પર રાજા ગેમ્સ નામની ઓનલાઇન ગેમિંગની વેબસાઈટની લીંક મૂકી લોકોને જુગાર રમવા માટે પ્રોત્સાહન આપ્યું હોવાનું ધ્યાને આવ્યા બાદ આ આઈડી ધારક દીપ મનોજભાઈ ગૌસ્વામી(ઉ.વ 23 રહે. તથ્ય બંગલો નં.15 રેલનગર,રાજકોટ) ને પણ બોલાવી તેની પૂછપરછ કર્યા બાદ તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે સાયબર ક્રાઇમ સેલના પીઆઇ એમ.એ.ઝણકાંટે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા પર પ્રોત્સાહન આપવું ગુનો છે. જેથી આ બંને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓનલાઇન જુગારને લગતી ગેમનું અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રમોશન કરી મોટી કમાણી કરી રહ્યા છે. પરંતુ તેના લીધે યુવાધન જુગારની પ્રવૃત્તિ તરફ પ્રેરાય રહ્યું છે. જેથી આ બાબતે હવે પોલીસ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
દીપ ગોસ્વામી કમિશન થકી રૂ.7.50 લાખની કમાણી કરી
રાજકોટ સાઇબર ક્રાઇમની ટીમે ઓનલાઇન જુગારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનાર બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ અંગે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ બંને ઇન્ફ્લુએન્સર રીલ બનાવવા માટે રૂપિયા 7000 લેતા હતા. પરંતુ તેમની સાચી કમાણી ઓનલાઇન જુગારની ગેમમાં જોડાનાર વ્યક્તિઓમાંથી મળતું કમિશન છે. આ બંને આ રીતે તગડી કમાણી કરી લીધી હોવાનું સામે આવ્યું છે. દીપ ગોસ્વામીના એકાઉન્ટની તપાસ કરતા તેણે કમિશન થકી રૂપિયા 7.50 લાખ જેટલી રકમ કમિશનથી રળી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અન્ય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech