રાજકોટ શહેરમાં હથિયાર પરવાના ન મળે તે અન્ય રસ્તે પણ શોખ પુરા કરે અથવા તો સ્વબચાવના નામે રાખે. હવે તો રિક્ષાચાલકો, બકાલીઓ પણ હથિયારો રાખવા લાગ્યા છે. ભકિતનગર પોલીસ તથા એસઓજીએ બે દરોડામાં બે રિક્ષાચાલક અને એક વાયરમેનની ત્રિપુટીને અસલ વેબ્લી ટાઈપ એરગન તથા તમંચા કાટિર્સ સાથે ઝડપી પાડયા છે.
જંગલેશ્ર્વર મેઈન રોડ પર ભવાની ચોક પાસે આરએમસી કવાર્ટર નજીક બે શખસો હથિયાર સાથે હોવાની ભકિતનગર પોલીસના પુષ્પરાજસિંહ ગોહિલ, રાજદિપસિંહ જાડેજા, કરણભાઈ કોઠીવાળને માહિતી મળી હતી. પીઆઈ એમ.એચ.સરવૈયાની સૂચના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો જયાં હાજર રિક્ષાચાલક સોહિલ મજીદભાઈ પરમાર ઉ.વ.૨૭ તથા ઈલેકટિ્રશિયન ઉદય દિનેશભાઈ જાખેલિયા ઉ.વ.૧૯ રહે.રાધા કૃષ્ણનગર–૫ જંગલેશ્ર્વર મેઈન રોડને પકડી બન્નેની અગં ઝડપી લીધી હતી.
બન્ને પાસેથી કાંઈ ન મળ્યું પરંતુ તેમની પાસે રહેલા જીજે૦૩એચએમ ૩૩૯૨ નંબરનાં એકિટવાની ડેકીની તલાસી લેતાં અંદરથી મેઈડ ઈન તાઈવાન લખેલી વેબ્લી રેપ્ટિકા જેવી રિવોલ્વર ટાઈપ એરગન મળી આવી હતી અંદર પીતળના કાટિર્સના ૬ ખોખા હતા. અસલ વેબ્લી કે આવી જ રિવોલ્વર દેખાતી એરગનમાં ફાયરિંગ રેન્જ ૧૦ મીટર સુધી ઈજા પહોંચી શકે તેવી હોવાથી આરોપી બેલડી સામે આમ્ર્સ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.
આરોપીએ સોશિયલ મીડિયામાં છાંકો પાડવા સિનસપાટી કરવા પરિચિત સોહિલ નામના શખસ પાસેથી વેબ્લી ટાઈપ એરગન બે દિવસ પહેલા મેળત્તી હતી. તપાસનીસ જમાદાર મનરૂપગીરી ગોસ્વામીએ હથિયાર આપનાર સોહિલની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક દરોડામાં અટિકા વિસ્તાર નહેરૂનગર શેરી નં.૩ પાસેથી ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા ઉ.વ.૩૫ નામના શખસને એસઓજીના જમાદાર જીજ્ઞેશ અમરેલિયાની ચોક્કસ બાતમીના આધારે પીઆઈ જે.ડી.ઝાલાની સુચનાથી ટીમે તમંચા સાથે પકડી પાડયો હતો. આરોપીની પોલીસ પૂછતાછમાં અગાઉ હત્યાના પ્રયાસ જેવા ગુનાને લઈને સામેના જૂથ સાથે માથાકૂટ ચાલતી હોય સ્વબચાવ માટે સાથે રાખે છે. ૨૦ દિવસ પૂર્વે એમપીમાંથી લાવ્યો હોવાનું કથન કર્યુ હતું. આરોપી અગાઉ શાક વેચતો હતો જેથી ઉર્ફે બકાલીથી ઓળખાય છે. શાક મૂકીને રિક્ષા ચલાવે સાથે છૂટક દારૂ પણ વેચતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech