મુસાફરોના ખીસ્સા હળવા કરતી રીક્ષા ગેંગને માલવીયાનગર પોલીસ સ્ટેશન ઝડપી લીધી હતી.જેની પૂછતાછમાં શાપર,મોરબી, ચોટીલા સહિતના વિસ્તારોમાં થયેલા છ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.જ્યારે અન્ય એક રીક્ષા ગેંગના સભ્યને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે.આર. દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ એસ.એ.સિંધી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ બગડા અને કોન્સ્ટેબલ હરસુખભાઈ સબાડને મળેલી બાતમીના આધારે પુનિતનગર પાણીના ટાંકા પાસેથી આ રીક્ષા ગેંગને ઝડપી લીધી હતી જેમાં હુસેન દાઉદભાઈ મલેક (ઉ.વ 28 રહે. શાપર વેરાવળ) કિશન ઉર્ફે કિશો વાંજો મગનભાઈ પાંભણિયા (ઉ.વ 22 રહે.શિવ નગર શેરી નંબર 4 જૂના માર્કેટ યાર્ડ પાસે,રાજકોટ) અને હીનાબેન શરીફભાઈ ડોસાણી (ઉ.વ 26 રહે.ભગવતીપરા શેરી નંબર 4,રાજકોટ) નો સમાવેશ થાય છે. પોલીસે આ ટોળકી પાસેથી રોકડ રૂ.10,700 અને રીક્ષા સહિત 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પૂછપરછમાં આ ટોળકી છ ગુનાની કબૂલાત આપી હતી જેમાં સાતેક દિવસ પૂર્વે શાપર વેરાવળમાં કલ્પવન પાસેથી વૃદ્ધના ખીસ્સામાંથી રૂપિયા 3000, ત્રણ દિવસ પૂર્વે મોરબી અને ટંકારા વચ્ચે વૃદ્ધના ખિસ્સામાંથી રૂપિયા 15000, વિશ દિવસ પૂર્વે ચોટીલા લીંબડી પાસેથી વૃદ્ધના ખીસ્સામાંથી રૂપિયા 200,ત્રણ દિવસ પૂર્વે હોસ્પિટલ ચોકમાંથી એક પેસેન્જરને બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા 3000 આ જ સમયે એસટી બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા 2000, ધોરાજી હાઇવે ભુખી ગામની ચોકડી પાસેથી પેસેન્જરના ખીચામાંથી રૂપિયા 3000 તફડાવ્યાની કબુલાત આપી હતી. આરોપી કિશન અગાઉ આ જ પ્રકારના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જ્યારે હુસેન સામે પોરબંદરમાં દારૂ સહિતના છ ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલ અને તુલસીભાઈ ચુડાસમાની બાતમીના આધારે રીક્ષા ગેંગના એક સભ્ય મુન્ના ઉકાભાઇ (ઉ.વ 33 રહે. હાલ ગણેશનગર મફતિયા પરા નવાગઢ)ને ઝડપી લઇ તેની પાસેથી રોકડ રૂપિયા 4,900 મોબાઈલ ફોન અને રિક્ષા સહિત 69,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછતાછમાં આ શખસે જણાવ્યું હતું કે, તેની સાથે પરેશ સોલંકી તેની પત્ની માલા અને તેનો ભત્રીજો હોય અને આ ત્રણેય મળી જલારામ સોસાયટી શેરી નંબર 2 માં આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા રસીલાબેન માંકડીયા (ઉ.વ 65) નામના વૃદ્ધાને ગત 15 ઓગસ્ટના રોજ બાલાકૃષ્ણ હવેલીએ દર્શન કરવા માટે રિક્ષામાં બેસાડી તેમના હાથમાંથી રૂપિયા 45000 ની કિંમતની બંગડી સેરવી લીધી હતી. પોલીસે અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech