જૂનાગઢ જિલ્લામાં બે જળાશય છલોછલ, ત્રણ તાલુકાના બાર ગામોને એલર્ટ
જૂનાગઢ જિલ્લામાં બે જળાશય છલોછલ, ત્રણ તાલુકાના બાર ગામોને એલર્ટ
July 04, 2026 10:40 AM
જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે વંથલી તાલુકાના ખોરાસા ગામે આવેલ સાબલી જળાશય ઉપરવાસના વરસાદના કારણે ઓવરફ્લો થતાં ૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા વંથલી તાલુકાના ખોરાસા અને સોંદરડા તથા કેશોદ તાલુકાના મધરવાડા, ડેરવાણ અને માણેકવાડા ત્રણ ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે. માણાવદર તાલુકાના બાટવા ખારો જળાશયમાં વોર્નિંગ સ્ટેજ પર પાણીની આવક થતા નીચાણવાસમાં રહેલા માણાવદર તાલુકાના ભલગામ, કોડવાવ, સમેગા, એકલેરા, કુતિયાણા તાલુકાના તરખઈ,ધરશન, ગઢવાણા અને રેવદ્રા આઠ ગામોના લોકોને એલર્ટ કરવા આવ્યા છે.