ભાવનગર શહેરમાં મહિલાએ બે શખસોને સાથે રાખીને વેપારી સાથે હનીટ્રેપ કરીને રૂપિયા પડાવવા જતા વેપારીએ પોલીસ થાણુ બતાવી દિધુ હતું. પોલીસે લીવ ઈન રિલેશનશીપમાં રહેતા મહિલા અને પુરૂષને ઝડપી લીધા હતા. અથાણું લઈ જવાના બહાને મોબાઈલ નંબર મેળવીને વેપારી સાથે વધુ ધરોબો કેળવીને મહિલાએ વેપારીને હોટેલમાં મળવા બલાવ્યા બાદ મુકવા જતા રસ્તામાં બે શખસોએ ઉભા રાખીને રૂપિયા પાંચ લાખ આપવાની માંગણી મૂકીને ઉઘરાણી ચાલુ કર્યાની વેપારીએ ફરીયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત બે ને ઝડપી લઈ અન્ય એક ફરાર શખ્સને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે. ભાવનગરના ગંગાજળિયા તળાવ નજીક કરિયાણાનો વેપાર કરતા વેપારીની દુકાને અકિલા (નામ બદલેલ છે) પટેલ અથાણુ લેવા ગઈ હતી. એ સમયે તેણીએ ૨૫૦ ગામ કેરીનું અથાણુ લીધુ હતુ. ત્યારબાદ અથાણુ જુનુ હોય તો ફોન કરીને દેવા માટે આવી શકુ તેમ જણાવીને વેપારીનો મોબાઈલ નંબર લીધો હતો. દરમિયાનમાં અકિલાએ ખેલ નાખવાનો ચાલુ કર્યો હતો. રાત્રીના આશરે દસેક વાગ્યાના સમયે ફોન કરીને કહ્યું હું તમારી દુકાનેથી બપોર અથાણુ લઈ ગયેલ અકિલા બોલુ છુ અને તમારૂ અથાણ ખૂબ જ સરસ છે. વેપારીએ કહ્યું કોઈનો ઓર્ડર હોય તો કહેજો, હું વ્યાજબી ભાવ કરી દઈશ. ત્યારબાદ બીજા દિવસે ફોન કરીને વધુ પરીચય કેળવ્યો હતો, પછી બે ત્રણ દિવસ તેમના કોન ચાલુ થતા વેપારીની મધલાળ ટપકી હતી, એટલે તેણે પણ સામેથી ફોન ચાલુ કર્યા હતા.
દરમિયાનમાં વેપારી અને મહિલા વચ્ચે કુણી લાગણીઓ બંધાય હતી, ત્યારબાદ વધુ પરિચય થવાની સાથે વાત પુરી કરી ત્યા ધોડીવાર રહી બીજીવાર ફોન કરીને મહિલાએ કોઈ હોટલમાં મળી જવાની વાત મુકી હતી. વેપારીએ કહ્યુ મારે દુકાન છે, દુકાન છોડીને ન નીકળી શકુ પણ અકિલા એ તેની યુક્તિ પાર પાડવા વેપારીને વારંવાર ફોન ચાલુ કર્યા હતા, અંતે બપોરના બેએક વાગ્યાના સમયે હોટલમા મળવાની હા પાડી દીધી હતી. ફોનમાં વાતચિત થયા પ્રમાણે એક હોટેલમાં બંને મળ્યા હતા. એટલુ જ નહીં બંને એકબીજાની સંમતીથી શરીર સંબંધ પણ બાંધ્યો હતો, દરમિયાનમાં અકિલાનો મનસુબો પાર ઉતરી જતા તુરંત તેણીએ રૂપીયાની માંગણી મુકી હતી, અન્યથા વેપારી સામે બળાત્કારની ફરીયાદ કરવાની ધમકી આપી હતી. ડરના માર્યા વેપારીએ તેની પાસે રહેલા ૧૦:૦૦૦ રૂપીયા રોકડા આપી દિધા હતા. વાત આટલેથી નથી અટકતી. વેપારીને અકિલા પટેલએ કહ્યુ મને પાણીની ટાંકીએ મુકીજા, જેથી વેપારી ટુ વ્હીલર લઈને પાણીની ટાંકીએ મુકવા જતો હતો, તે દરમ્યાન કાળુભારોડથી સત્યનારાયણરોડ તરફ વળતા ત્યા બે વ્યકિત પહેલેથી ઉભા હતા. તેમાં અકિલાની સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેતો ભાર્ગવ અને શક્તિસિંહ ઉભા હતા, ભાર્ગવએ કહ્યુ હું અકિલાનો પતિ છુ તુ તેને લઈને કયા ગયો હતો, તેની સાથેના શક્તિસિંહે વેપારીના ગાલ ઉપર સીધો લાફો મારીને ગાળો આપવાનું ચાલુ કરીને વેપારીની બાઈક ઝુંટવી લીધી હતી. અને વેપારીને પાછળ બેસી જવાનુ કહ્યું હતુ. બે બાઈક પર ચારેય વ્યક્તિઓ સેન્ટ્રલ સોલ્ટના પાછળના ભાગે ગયા હતા. અને ત્રણેય વ્યક્તિએ ભેગા મળીને મેટરને પતાવવા માટે
રૂપિયા દસ લાખની માંગણી મુકી હતી, અન્યથા બળાત્કારની ફરીયાદ લખાવવાની ધમકી આપી હતી, લાંબી રકજકના અંતે છેલ્લે તેઓએ રૂપીયા પાંચ લાખમાં સમાધાન કર્યુ હતુ. જે રૂપિયાની સગવડતા કરવા સમયની માંગણી કરી હતી, પરંતુ ભાર્ગવે કહ્યુ હું અને અકિલા રૂપમ ચોકે ઉભા રહીશુ, શક્તિસિંહ દુકાને આવશે તેને રૂપિયા ૫ લાખ ગણી દેજે. વેપારી ડર અને આબરૂ જવાના ડરે શક્તિસિંહને તેની પાછળ બેસાડીને સં સ્કારમંડળ થઈ માધવ દર્શન થઈ તેની દુકાને પહોંચયા હતા, જ્યારે ભાર્ગવ અને અકિલા રૂપમ ચોકમા ઉભા હતા, બંને બાઈક પર રૂપિયા શોધવા નિકળ્યા હતા, એ સમયે શક્તિસિંહની નજર ચૂકવીને વેપારી જુદો પડી ગયો હતો. શક્તિસિંહએ ફોન પર ફોન ચાલુ કર્યા હતા, આખરે પોલીસ મથકે જવાનો નિર્ણય લઈને વેપારીએ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે અકિલા પટેલ, ભાર્ગવ અને શક્તિસિંહ સામે ફરીયાદ નોંધાવતા નિલમબાગ પોલીસ મથકના પીઆઈ ભાગ્યશ્રી બાએ ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં જ મહિલા અને ભાર્ગવ નામના શખ્સને ઝડપી લઈ લોકઅપ હવાલે કરી ફરાર બનેલો શક્તિસિંહને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનર્સિંગ પરિક્ષાના મુદ્દે હાઇકોર્ટેની સરકારને રાહત, ભરતી પ્રક્રિયા રોકવાની માંગ ફગાવી
April 25, 2025 02:42 PMન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech