નાનીપાણિયાળી નજીકથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા

  • August 21, 2024 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર એલસીબીએ પાલીતાણાના નાનીપાણિયાળી ગામ નજીકથી વિદેશી  દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લઈ દારૂની  ૧૩૦ કિ.રૂ.૫૪,૬૨૦ અને કાર મળી કુલ રૂપિયા  સહીત કુલ કિ.રૂ.૩,૫૪,૬૨૦નો  મુદ્દામાલ  કબ્જે કર્યો હતો.
ભાવનગર, એલ.સી.બી. પોલીસ  ભાવનગર ગ્રામ્ય, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન  બાતમી મળેલ કે, રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઇ મોભ (રહે.પાલીતાણા) અને  હરદિપ રણજીતભાઇ મોભ (રહે.ઘાટરવાળા તા.તળાજા)સ્વીફ્ટ કાર નં.જી. જે. ૦૪ સી એ ૨૦૦૪ માં વિદેશીદારૂનો જથ્થો ભરી તળાજા તરફથી પાલીતાણા વેંચાણ અર્થે લઇને આવે છે. જે બાતમી આધારે નાની પાણીયાળી ગામ પાસે, શેત્રુંજી કેનાળના પુલ રોડ પરથી  રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઇ મોભ (ઉ.વ.૩૦ ધંધો.ખેતી રહે.નારી કેન્દ્ર પાસે, પરિમલ સોસાયટી, પાલીતાણા, જી.ભાવનગર) અને  હરદિપ રણજીતભાઇ મોભ (ઉ.વ.૨૪ ધંધો.ખેતી રહે.ઘાટરવાળા ગામ, તા.તળાજા, જી.ભાવનગર)ને   રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમિયમ વ્હીસ્કી ૭૫૦ની  ૭૧  બોટલ કિ.રૂ.૩૬,૯૨૦ અને ઓલ સીઝન ગોલ્ડ કલેક્શન રિઝર્વ વ્હીસ્કી ૭૫૦ની ૫૯ કિ.રૂ.૧૭,૭૦૦ તેમજ  મારૂતી સ્વીફટ નંબર જી. જે. ૦૪ સી એ ૨૦૦૪ કિ.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ ૩,૫૪,૬૨૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લઈ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. 
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા,  અરવિંદભાઇ મકવાણા, ભયપાલસિંહ ચુડાસમા, ચંન્દ્રસિંહ વાળા, હારિતસિંહ ચૌહાણ, અલ્ફાઝ વોરા અને  હસમુખભાઇ પરમાર સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application