ખેતીવાડીના ખુણા પાસે પોલીસ ત્રાટકી : 32 બોટલ, 96 ચપટા સહિત 3.35 લાખનો મુદામાલ કબ્જે
જામનગરના રાજીવનગર તરફ જતા રસ્તા તરફ આવેલ ખેતીવાડીની દિવાલના ખુણા પાસે પોલીસે કારની તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની 32 બોટલ અને 96 ચપટા મળી આવતા અંધાશ્રમ પાછળના વિસ્તારમાં રહેતા બે શખ્સોને પકડી પાડી દારૂ, કાર સહિત 3.35 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.
જામનગરના અંધાશ્રમ પાછળ હનુમાન ચોકમાં રહેતા દિપક મનસુખ ગોહિલ અને આશિષ રાજુ વારસકીયા નામના આરોપીઓએ પોતાના ભોગવટાની સ્વીફટ ફોરવ્હીલ બ્લૂ કલરની કાર હોય જેના રજી નંબર જીજે-10-ડીજે-0865માં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની શીલબંધ બોટલો નંગ-32 કિ.16,000 તથા ઈગ્લીશ દારૂના ચપટા નંગ 96 કી.9600 તથા ફોરવ્હીલ સ્વીફટ કાર કિ.3 લાખ તથા મોબાઇલ ફોન કિમત 15,000 મળી કુલ મુદામાલ કિ.3,35,600નો રાખી રેઇડ દરમ્યાન બન્ને આરોપીઓ ખેતીવાડી વિસ્તારમાંથી પકડાઇ જઇ દાની હેરફેર કરી એક બીજાને મદદગારી કરી હતી.
દિપક અને આશિષ બંનેની સામે તથા તપાસમાં જે નામ ખુલે એ તમામની સામે સીટી-સી ડીવીઝનમાં પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે, દરોડાની કાર્યવાહી સીટી-સી પીઆઇ ચૌધરીની સુચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech