ભોગાત ગામેથી દારુના જંગી જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

  • September 04, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજારનો મુદ્દામાલ કબજે કરાયો

કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા દારૂ તથા જુગાર અંગેની ડ્રાઇવ યોજી અને દેશી દારૂના જથ્થા સાથેના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ ગત રાત્રે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સાંગાભાઈ હુણ તથા માંડણભાઈ ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ગઢવી મુળુ હરદાસ લુણા (ઉ.વ. ૩૦) તથા ગઢવી ડેરાજ મીયાઝર લુણા (ઉ.વ. ૨૭) નામના બે શખ્સોએ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂ અંગેની પ્રવૃત્તિ કરતા ઝડપી લઈ, આ સ્થળેથી ૯૬ દેશી દારૂ તથા ૪૪૦ લિટર દારૂ બનાવવાનો આથો ઉપરાંત રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતનું એક મોટરસાયકલ મળી, કુલ રૂ. ૨૭,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી, આરોપી મુરૂ લુણા અને ડેરાજ લુણાની અટકાયત કરી, પ્રોહી. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application