રેલવે સ્ટેશને બે શખસોનો તોડફોડ કરી આરપીએફ જવાન પર છરીથી હુમલો

  • December 22, 2023 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાંકાનેર રેલવે સ્ટેશને બે શખસોએ ઉઘમ મચાવી તોડફોડ કરી હતી.દરમિયાન તમેને અટકાવવાની કોશિશ કરતા આરપીએફ જવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે વાંકાનેર શક્તિપરામાં રહેતા આ બંને શખસો સામે રેલવે પોલીસમાં ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
આ અંગે આરપીએફ જવાન વિનોદકુમાર દુધનાથ યાદવ (ઉ.વ.-36)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે વાંકાનેર, આરપીએફ બેરેકમાં રહે છે છેલ્લા બે વર્ષથી આરપીએફ એએસઆઈ વાંકાનેર ખાતે ફરજ બજાવે છે. ગઈકાલે તે વાંકાનેર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જનરલ સુપર વિઝન તરીકે ફરજ પર હતા ત્યારે સાંજે 4 વાગ્યે વાંકાનેર રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તેમના સાથી કર્મચારી નિલમબેન યાદવ તથા કવિતાબેન હાજર હોય તેણી બન્નેને રાજેશ પ્રેમજીભાઇ સોલંકી (ઉ.વ.-22) તથા ભાવેશ જગદીશભાઈ ડાભી (ઉ.વ.21 બંન્ને રહે.વાંકાનેર, શક્તિપરા) અપ-શબ્દો આપતા હતા તે વખતે. સીતારામ મીણા તેઓ આ અપ-શબ્દો કોણ બોલે છે તે અંગે ઓફીસ અંદરથી બહાર આવી દરવાજા પાસે જોતા ઉપરોક્ત બન્ને જણા માથાકૂટ જોવા મળ્યા હતાં.

જેથી તેમણે ત્યાં જઈ જોતા રાજેશના હાથમાં ખુલ્લી છરી હતી. તેણે અન્ય જવાન સીતારામ મીણાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી વચ્ચે પડતા તેના ઉપર છરીનો ઘા કર્યો. જેથી તેઓ દોડીને ઓફીસમાં જઇને દરવાજો બંધ કરતા તે બન્ને અહીં ઓફીસના સનમાઇકાના દરવાજાને તોડી નુકશાન કરી ઓફીસ અંદર આવવાનો પ્રયાશ કરેલ. પરંતુ સ્ટાફ હાજ2 હતો. ગુજરાત રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ અને રેલ્વે ઇલેટ્રીક કર્મચારી ઇશર્દિભાઈ આવી ગયા હતા. તે દરમિયાન બંન્ને રાજેશને છરી સાથે અને ભાવેશ કોઈ લોખંડના હથિયાર સાથે આવેલ. બંને ધમકાવવા લાગેલ અને મારી સાથે ઝપાઝપી કરતા મારા યુનિફોર્મના શર્ટના ડાબી બાજુનું સોલ્ડર આરપીએફ બેઇજ વાળુ ખેચીને ભાવેશએ તોડી નાખેલ અને યુનિફોર્મને નુકશાની કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખોડાભાઇએ વચ્ચે પડી બંને પાસેથી હથિયાર છરીઓ આંચકી લીધી હતી. દરમિયાન બીજા સ્ટાફે બંન્નેને પકડી લીધા હતા. આ અંગે રાજકોટ રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application