એટીએમ તોડતી રાજસ્થાની ગેંગના બે શખસ ઝડપાયા: ૧૪ ગુના કબુલ્યા

  • December 14, 2023 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત રાજયભરમાં એટીએમને નિશાન બનાવી પૈસાની ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચને મહત્વની સફળતા સાંપડી છે.પોલીસે રાજસ્થાની ગેંગના બે શખસોને ઝડપી લીધા હતાં.તેમની પાસેથી રોકડા ા.૩૦ હજાર, ત્રણ પતરાના ટુકડા, ત્રણ એટીએમ કાર્ડ, બે મોબાઈલ ફોન અને ચોરાઉ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.પકડાયેલા બંને આરોપી અને તેના સાથીદારોએ મળી રાજકોટ સહિત રાજયમાં આચરેલા ૧૪ ગુનાની કબુલાત આપી હતી.પોલીસે અન્ય બે શખસોને ઝડપી લેવા માટે શોધખોળ યથાવત રાખી છે.

ગત દિવાળીના તહેવારો દરમિયાન રાજકોટમાં એરપોર્ટ ફાટક નજીક આવેલું એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. જે અંગે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તાજેતરમાં જ ભકિતનગર, ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ–ર પોલીસ મથકની હદમાં આવેલા એસબીઆઈના ત્રણ એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. જે અંગે ગત શનિવારે અને રવિવારે ફરિયાદો નોંધાઈ હતી.


આ અંગે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એન.ડી. ડામોર તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એએસઆઈ રાજદિપસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાને મળેલી ચોકકસ બાતમીના આધારે પીઆઈ એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર રાજસ્થાનની ટોળકીના બે શખસો બલવીર ઉર્ફે બીરબલ ચંપારામ ચૌહાણ (ઉ.વ.૩૪, રહે. ગામ જશવંતાબાદ, તા.રીયાબડી, જી.નાગોર) અને દિનેશ મદનલાલ ભાટી (ઉ.વ.૩૦, રહે. ગામ કાલેસરા, તા.પીસાંગન, જી. અજમેર)ને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા.


આ બંને આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે રોકડા ા.૩૦ હજાર, ત્રણ પતરાના ટુકડા, ત્રણ એટીએમ કાર્ડ, બે મોબાઈલ ફોન અને ચોરાઉ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. બંને આરોપીઓએ રાજકોટના પ્ર.નગર, ભકિતનગર, ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ–ર પોલીસ મથકની હદમાં કુલ ચાર એટીએમ તોડવાનો પ્રયાસ કર્યેા હતો.આ ઉપરાંત અંકલેશ્વરમાંથી એક બાઈક ચોરીની પણ કબુલાત આપી છે. આ ચોરાઉ બાઈકમાં ગુના આચરવા જતા હતા.જેમાં તેમણે સુરતમાં અલગ–અલગ જગ્યાએ કુલ પાંચ એટીએમમાંથી ચોરી અને ચોરીનો પ્રયાસ કરી કુલ ા.૧૧૩૦૦ મેળવ્યાની, વડોદરામાં ત્રણ એટીએમમાં ચોરીની કોશિષ કર્યાની, ટંકારામાં પણ બે એટીએમમાં ત્રાટકયાની જેમાંથી ા.૭પ૦૦ મળ્યાની ઉપરાંત વાંકાનેરમાં પણ એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે. જે અંગે કોઈ ગુના દાખલ થયા નપોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલો આરોપી બલવીર ર૦૧૭ની સાલમાં જોધપુરમાં દૂષ્કર્મના કેસમાં અને ર૦૧૯માં ટ્રેકટર ચોરીના કેસમાં પકડાયેલો છે.

ઝડપાયેલા બંને અને ભાગી ગયેલા બંને આરોપીઓ કોઈપણ શહેરમાં કલર કામની મજુરી કરવાના બહાને જઈ એટીએમમાંથી ચોરીઓ કરતા હતા. આ ટોળકી હાલ રાજકોટમાં રૈયાધારમાં આવેલા મારવાડી મફતીયાપરામાં રહેતી હતી. પોલીસે આ બંનેની સઘન પુછતાછ કરતા રાજસ્થાનમાં રહેતા અન્ય બે આરોપીઓ બહાદુર અને સુરજ ચૌહાણનું નામ ખુલ્યું છે. આ બંને આરોપીઓ ભાગી જતાં ક્રાઈમ બ્રાંચે શોધખોળ શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application