માણાવદરના દડવાના યુવાનનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી મરવા મજબૂર કરવા મામલે સુરતના બે શખસ ઝડપાયા

  • July 19, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદર તાલુકાના દડવા ગામમાં યુવાનનો વિડીયો ઉતારી તેને પોલીસની ઓળખ આપી બ્લેકમેઇલ કરી મરવા મજબૂર કરનાર બે સાયબર ઠગને પોલીસે સુરતથી પકડી લઇ તપાસ કરતા ભાડે બેન્ક ખાતા રાખવામાં મહેર આ શખ્સોના બોગસ ખાતામાં અધધ કહી શકાય તેટલું ૬૭ કરોડનું ટ્રાન્જેક્શન થયાનું સામે આવ્યું હતું. આથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન તેલંગાણા ના પાંચ થી છ શખ્સો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે


માણાવદર તાલુકાના દડવા ગામમાં રહેતા અમિત ભાનજીભાઈ રાઠોડ ૨૩ નામના યુવાને ગત તારીખ ૧૯ જૂનના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તપાસ કરતા યુવાન સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હતો જેમાં તેને અજાણ્યા વિડીયો કોલ કરી તેનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરી પોલીસના નામે ધમકાવી ૪૮,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું ખુલ્યું હતું. આ મામલે યુવાનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ થઇ હતી માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ સહિતના સ્ટાફે આ અંગે તપાસ શરૂ કરી હતી જેમાં મોબાઈલ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરતા બેન્ક એકાઉન્ટ ઓરિસ્સા, આસામ, મણીપુર વિસ્તારના બોગસ એકાઉન્ટ હોવાનું સામે આવ્યું હતું તેમજ આ એકાઉન્ટ ભાડે રાખેલા અને ખોટા મોબાઈલ નંબરવાળા હતા. જે એકાઉન્ટમાં પૈસા આવતા તે તુરંત ઉપાડી અથવા ટ્રાન્સફર કરી નાખતા હતા એક એકાઉન્ટ સુરતનું મળ્યું હતું જેમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેની તપાસ કરતા તેમાં ૬૭ કરોડનું ટ્રાન્જેક્શન થયું હોવાનું જાણવા મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી આ એકાઉન્ટ વિશાલ તળાવિયા હેન્ડલ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. માણાવદર પોલીસની ટીમે સુરત તપાસ માટે ગઈ હતી પરંતુ વિશાલ મળ્યો ન હતો. ફરી  તરલ ભટ્ટ સહિતનો સ્ટાફ ગયો ત્યારે મનોજ ઉર્ફે સની તેમજ તેલંગાણા ના પાંચ થી છ શંકાસ્પદ વ્યક્તિ ધ્યાનમાં આવ્યા હતા. વિશાલ તળાવીયા ને પોલીસે વેશ પલટો કરી પકડ્યો હતો. આ સમયે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા પોલીસે વિશાલ તળાવીયા અને મનોજ ઉર્ફે સનીને પકડી લીધા હતા.
આ અંગે સીપીઆઈ તરલ ભટે જણાવ્યું હતું કે આ ટોળકીની મહિલાઓ રેન્ડમલી વિડીયો કોલ કરે છે સામેનો વ્યક્તિ એકલો હોય રોમેન્ટિક વાતો કરે છે અને અશ્લીલ વિડિયો ઉતારે છે બાદમાં બ્લેકમેલ કરી પોલીસના નામે ધમકાવી પૈસા પડાવે છે હજુ પ્રથમ તબકાના આરોપીઓને પકડવામાં આવ્યા છે હાલ આ ટોળકીના અન્ય શખ્સોને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

​​​​​​​અજાણ્યા શખસોને કોઇપણ સોશિયલ મીડિયા આઇડી ન આપવું
ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા સોશિયલ પ્લેટફોર્મ પરથી આઈડી મેળવી તેના પર ફોન અથવા મેસેજ કરે છે અને સામેના વ્યક્તિ સમક્ષ રોમેન્ટિક વાતો કરી ફસાવી અશ્લીલ વિડિયો ઉતારે છે અને ત્યારબાદ પોલીસના નામે ધમકાવી પૈસા પડાવે છે આથી અજાણ્યા શખ્શોને કોઈ પણ સોશિયલ મીડિયાનું આઈડી ન આપવા તેમજ અજાણ્યા નંબર પરથી ફોન અથવા  કોલ આવે તો તેનાથી બચવા સીપીઆઇએ જણાવ્યું હતું તેમજ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ આવો ભોગ બન્યા હોય તો તેમને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application