ચેલામાં ખાતરના શંકાસ્પદ જથ્થા સાથે બે શખ્સની અટકાયત

  • May 16, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટુકડીએ ૨૪ બાચકા અને બોલેરો મળી ૩.૨૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો

જામનગર એસઓજીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે ચેલા કેનાલ પાસેથી બોલેરો ગાડીમાં ખાતરનો શંકાસ્પદ જથ્થો લઇને નીકળેલા લાલપુર વિસ્તારના બે શખ્સોને અટકાયતમાં લઇ કુલ ૩.૨૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા અંગે એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસઓજી સ્ટાફના શોભરાજસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ ઝાલા, હર્ષદભાઇ ડોરીયા તથા રાજેશભાઇ મકવાણાને બાતમી મળેલ કે, બોલેરો નં. જીજે૧૧ટીટી-૦૬૧૧માં બે ઇસમો શંકાસ્પદ રીતે ચોરી કે છળકપટથી મેળવેલ ડીઓપી ખાતરના બાચકાઓ ભરી નીકળનાર છે.
જેથી ચેલા કેનાલ પાસે રોડ ઉપર વોચમાં રહી રેઇડ કરતા ઉપરોકત નંબરની બોલેરોમાંથી કુલ ૨૪ નંગ કૃષિ ઉદય ડીઓપી લખેલા પીળા કલરના ખાતરના બાચકાઓ મળી આવતા જેની કુલ કિંમત રુા. ૨૧,૪૨૦ તથા  ઉપરોકત નંબરની બોલેરો સહિત કુલ કિ. ૩.૨૧.૨૪૦નો મુદામાલ કોઇ બીલ કે આધાર વગર મળી આવતા કબ્જે કરી બંને ઇસમ મુળ ભાવનગર સિંહોરના બુઢણા ગામના અને હાલ લાલપુર ગાયત્રીનગરમાં રહેતા સેલ્સમેન સુખ અરમાન હીયાદ અને લાલપુરના ગોદાવરી ગામના દીનેશ દેવાયતભાઇ પોપણીયાને પકડી લઇ તેના વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application